________________ પિતાને ઘેર 33. બનાવી શકતું નથી. સુદેવ અને શાંડિલ્ય, તમે હર્ષપૂર્વક જાઓ...મારા. મનમાં તેઓને શોધી શકાય એવી આશા છે જ નહિ..છતાં તમારા ઉત્સાહને હું ઠંડે પાડવા નથી ઈચ્છતી.” ગુરુ દેવ અને શાંડિલ્ય નમન કરીને વિદાય થયા. પ્રકરણ 35 મું : : ગુપ્તચરોને આનંદ ન હારાજા ભીમના ગુપ્તચરે ચારે દિશાએ નીકળી ગયા.. બધા ગુપ્તચરોએ ખંતપૂર્વક નળરાજાને શોધવાને પુરુષાર્થ કરવા માંડયો. વને, ઉપવને, પહાડ, ગુફાઓ, અગોચર જણાતાં સ્થળો. નગરો, પદ્ધઓ, પાંથશાળાઓ, દાનશાળાઓ, દેવમંદિર, તીર્થ, સ્થળો વગેરે દરેક જગ્યાએ તેઓ ફરવા માંડયા. એટલું જ નહિ પણ, વિવિધ પ્રકારનાં વેશ પરિવર્તન કરીને એ ચરો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુ, ચાંડાલ, કારીગરો, તાપસે, સંન્યાસીઓ, ભિક્ષુકે, વગેરે વર્ગોમાં પણ ઘૂમવા માંડ્યા અને ચતુરાઈપૂર્વક વાતો જાણવા પ્રયત્ન કરવા. માંડયા.. પરંતુ કયાંય કોઈને સફળતા મળતી નહતી. કારણ કે નળ રાજા તો કુબડો બની ગયો હતો.. દ્રષ્ટિથી એને ઓળખવો સહજ નહતો. એક વર્ષને ગાળો વીતી ગયો એટલે નિરાશ થયેલા ગુપ્તચરો પાછા ફરવા માંડયા. પાછા ફરેલા ગુપ્તચરની નિરાશા જોઈને દમયંતીના હૈયામાં ભારે વેદના થતી.. પરંતુ તે કશું વ્યક્ત કરતી નહિ. તેને એમ લાગતું જ હતું કે આવડી વિરાટ પૃથ્વીમાં એક માવીને શોધવો એ સહજ નથી. તેમાં ય પુરુષ ચતુર હોય અને પિતાની જાતને છુપાવી રાખવા ઈચ્છતા હોય તેને તે કેમ શોધી શકાય? પરંતુ મહારાજા ભીમ જરાયે હિંમત ન હાર્યા. હજી તો ઘણું ગુપ્તચરે પાછા ફર્યા નહોતા