________________ 340 નિષધપતિ કરવા માંડ્યો અને જ્યારે માસીને ભવનમાં દાસીપણું કરતી દમયંતીના ચિત્રનું વર્ણન સાંભળીને નળથી બોલાઈ ગયું: “ઓહ, મારું કુબડા પણું યથાર્ય છે.” અને પિતાને ત્યાં પહોંચેલી દમયંતીને જોઈને તેના હૈયામાં પિતાના પુત્ર પ્રત્યે પ્રેમ એકદમ વૃદ્ધિ પામ્યો. નળના ચહેરા પર થતાં ભાવપરિવર્તને અને ગુપ્તચરે. બરાબર જોતા તેમણે ચિત્રપટનું વર્ણન સમાપ્ત કર્યું ત્યારે સભામાં બેઠેલા સઘળા લેકે નળનું નામ દઈને ભારે રોષ વ્યકત કરવા માંડયા, મહારાજ ઋતુપર્ણ બને મિત્રોનું ઉત્તમ વસ્ત્રાલંકારે અને સુવર્ણ વડે સન્માન કર્યું. રાજસભા સમાપ્ત થઈ અને ગુપ્તચરો જયારે વિદાય થયા ત્યારે નળ તેને આગ્રહપૂર્વક પિતાની સાથે લઈ ગયે અને ભવન પણ આવ્યા પછી તેણે બંને માટે માત્ર અધધરિકામાં સૂર્ય પાક રસોઈ બનાવી બન્નેને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું. નળની સ્નાન વિધિ, સરસ્વતીની પૂજા વિધિ, સૂર્યપાક રસોઈ. વગેરે ક્રિયાઓ જોઈને બને ગુપ્તચરોને ખાતરી થઈ ગઈ કે આ પિતે જ નળ છે. બને વિપ્રેએ નળની વિદાય ભાગી... પરંતુ નળે આગ્રહ કરીને એક રાત પિતાને ત્યાં રોક્યા. અને સવારે બને વિપ્રને રથ, સુવર્ણ, અલંકાર, વગેરે અપર્ણ કરીને કહ્યું: “હે વિપ્રવરો ! આપને કુંઠિનપુર જવાનું જ છે તે એક સંદેશો આપું છું તમે મને મળ્યા એથી અને દમયંતી તથા મહારાજા ભીમના કુશળ સમાચાર જાયાથી હું ભાગ્યવંત બન્યો છું તમે દેવી દમયંતીને મારા નમસ્કાર જણાવજો અને કહેજે કે મારું શરીર અને સર્વસ્વ દેવી દમયંતીનું જ છે. જ્યારે દમયંતી છવી રહી છે તે નળરાજા પણ અવશ્ય જીવતે હશે. અથવા ઈન્દ્રસેન પિતાનું રાજ્ય પ્રાપ્ત કરવા અવશ્ય સમર્થ બનશે.