________________ -334 નિષધપતિ સુદેવની બગલમાં એક ચિત્રપટ હતું. આ બન્ને પ્રવાસીઓ કુંડિનપુરના છે એમ જાણીને નળે બનેને ધારી ધારીને જોયા... ત્યાર પછી તેણે પ્રશ્ન કર્યો, “આપની બગલમાં આ ચિત્રપટ જેવું કંઈક દેખાય છે. તેમાં શું ચીતરેલ છે?” સુદેવે તરત કહ્યું, “આપને આ પ્રશ્ન સાંભળીને અમને ઘણે જ આનંદ થયે..સાંભળવા લાયક વાત આપ પણ સાંભળો. - જેનું મન કાચબાની પીઠ જેવું કઠેર છે, જેનું હૃદય વજ જેવું કઠણ છે અને જેની વાણું કમળ જેવી કે મળ છે તેવા એક રાજાનું ચરિત્ર આ પટમાં આલેખેલું છે.” " વાહ, એ એ કયો રાજા છે ?' નળે બીજો પ્રશ્ન કર્યો. શાંડિલ્ય ઉત્તર આપ્યો, “આમાં નિષધપતિ મહારાજા વીરસેનના પુત્ર મહારાજા નળ કે જે ઘુતક્રીડામાં કુશળ અને સુખના શત્રુ હતા તેનું ચરિત્ર અંકિત કરેલું છે.' નળ મનમાં ચકિત થઈ ગયો. તેણે કહ્યું, વિપ્રવરે, આપ અહીં કયા સ્થળે ઊતર્યો છે?” “અમે એક પાંથશાળામાં નિવાસ કર્યો છે. અહીંનાં દેવમંદિરો જોઈને અમે બે-ચાર દિવસ પછી ચાલતા થઈશું.” મારી એક પ્રાર્થના સ્વીકારશે ?" જરૂર... પરંતુ અમે આપને ઓળખતા નથી.” આપ પરદેશી છે એટલે મને ક્યાંથી ઓળખો? હું અહીંના મહારાજાને ખાસ મિત્ર છું. આપ પ્રાત:કાર્યથી નિવૃત્ત થઈ જાઓ... મારી ઈચ્છા છે કે હું આપનો અતિથિસત્કાર કરીને પુણ્ય પ્રાપ્ત કરું. “અમે ધન્ય બન્યા.” કહી સુદેવે કુબડા દેખાતા આ નવ• જવાનની વાત સ્વીકારી લીધી. નળ એક વૃક્ષ નીચે બેસી ગયા. અને ગુપ્તચરોના હૈયામાં