________________ નિષધપતિ દમયંતીના સમાચાર આપ્યા. સુદેવ શાંડિલ્ય રાજકુમારીને ઓળખી લીધાની પણ વાત કરી, મહારાજાએ બધા માણસને ઉત્તમ ભેટ: સગાદ આપી અને રાજભવનમાં તે કોઈ મંગલ પ્રસંગ સમે ઉત્સવ મંડાઈ ગયો. દમયંતીના ત્રણેય ભાઈઓ દમ, દમન અને દાંત પિતાની આજ્ઞા લઈને બહેનને સન્માનપૂર્વક લેવા ઉત્તમ પ્રકારની સેના સાથે હર્ષને વેગ ભારે ઉત્સાહ પૂરે છે. ત્રણેય ભાઈઓ માત્ર ગણ્યા. દિવસોમાં શ્રાવર્ધન નગરીમાં પહોંચી ગયા. મહારાજા અને મહાદેવીએ પિતાના મહાન ભાણેજોનું ભાવભીનું સ્વાગત કર્યું. ત્રણેય ભાઇઓ માતા સમાન માસીનાં ચરણમાં નમી પડયા. ત્યાર પછી પૂજનીયા મેટી બહેન દમયંતીને નમ્યા...આ મિલન અપૂર્વ હતું. ત્રણેય ભાઈઓનાં અને દમયંતીનાં નયનો હર્ષાશ્રથી સજળ બની ગયાં હતાં. નગરીમાં ઉત્સાહ મંડા અને બે દિવસ રોકાઈને ત્રણેય ભાઈઓ મોટી બહેન, દમયંતીને લઈને કુંડિનપુર તરફ રવાના થયા. કુઠિનપુરના આબાલવૃદ્ધ પ્રજાજને, રાજકર્મચારીઓ, દાસ દાસીઓ સહુ દમયંતીના સ્વાગતની તૈયારીમાં લગભગ પાગલ જેવાં બની ગયાં હતાં. અને જ્યારે દમયંતી નગરીની ભાગોળે આવી પહોંચી ત્યારે તે હજારો નરનારી ને બાળકો તેના સ્વાગત અર્થે જ્યનાદ કરી દમયંતી ઘડીભર પતિ વિયોગનું દર્દ પણ વિસરી ગઈ. તેને ચારણ મુનિના શબ્દો યાદ આવ્યા. જોઈને દમયંતી કોઈ પણ ઉપાયે પિતાનાં આસુ રોકી શકી નહીં.. અને રાતે માતાપિતાના આગ્રહને વશ થઈ દમયંતીએ નિષધાન