________________ 324 નિષધપતિ આશ્રય લઈને રહી ગયાં હોય અથવા કોઈ દુષ્ટની જાળમાં સપડાયાં હેય અથવા કઈ વનપ્રદેશમાં છુપાઈ ગયાં હોય. કારણ કે આવી પરિસ્થિતિમાં પિતૃગૃહે આવતાં તેમને લેભ થાય તે સ્વભાવિક છે. આ પ્રકારને વિચાર કરીને બંને ગુપ્તચરે તપાસ કરતા કરતા. શ્રીવર્ધન નગરમાં આવી પહોંચ્યા. બંને રાજના અતિથિ બન્યા. રાજા એ અને રાણેએ બંનેને આદરપૂર્વક સત્કાર કર્યો. બંને ગુપ્તચર વિંધ્ય પર્વતના માર્ગે જવાના હતા. અને તેઓએ રાજારાણી સમક્ષ સઘળી વાત પણ કરી. રાજારાણુને આ વાત સાંભળીને ભારે વેદના થઈ અને રાજા ચંદ્રવતંસે તરત જ પોતાના ચરપુરુષોને તપાસ કરવા અથે આજ્ઞા કરી. સુદેવ અને શાંડિલ્ય પણ જુદી જુદી રીતે નગરીમાં નિરીક્ષણ કરવા માંડયાં. પાંચ દિવસ વીતી ગયા પરંતુ સુદેવ અને શાંડિલ્યને કશા વવાડ મળ્યા નહિ. પરંતુ તેઓ ભાગ્ય સાથે ઘૂમી રહ્યા હતા છઠ્ઠ દિવસે સુનંદા અને તેની સખી કોઈ મંગલ કાર્ય નિમિત્તો હાથમાં પૂજાને થાળ લઈને જતી હતી. તેની સાથે દમયંતી પણ હતી. બંને ગુપ્તચર જોઈ ગયા અને દમયંતીને પહેલી નજરે જ ઓળખી ગયા. બન્ને તેઓની સમક્ષ પહોંચ્યા અને બન્ને ગુપ્તચરે દમયંતીનાં ચરણોમાં મસ્તક મૂકી રુદન કરવા લાગ્યા. દમયંતી પિતાના પિતાના બન્ને ગુપ્તચરને ઓળખી ગઈ. પણ કશું બોલી નહિ. શાંડિલ્ય કહ્યું. “હે ભીમ સુતાદેવી દમયંતી, આપના વૈભવને ત્રણે જગત જાણે છે. છતાં આપ્ની સ્થિતિ આવી કેમ બની ગઈ છે? દેવ અને દાન જેની પ્રશંસા કરે છે એવાં આપની આ દશા જોઈને સ્વર્ગ પણ લજજા અનુભવી રહ્યું છે. આપ તે ભોજ વંશનાં આત્મા છે–'