________________ પિતાને ઘેર 323 બોલ્યાં, “સ્વામી, આપ એકાએક..' દેવી, થોડી વાર પહેલાં જ મેં ભારે હૃદયવિદાર સમાચાર સંભળ્યા. એક સાર્યવાહે મને કહ્યું. મહારાજ નળ...દમયંતીને વનવગડે છોડીને એકલા ચાલ્યા ગયા હતા. અને દમયંતી પગે ચાલતી અહીં આવવા નીકળી હતી. પરંતુ એ વાતને ઘણો સમય થઈ ગયો. બને ત્યાં હશે? એમનું શું થયું હશે ? " મહાદેવી પ્રિયંગુમંજરી પણ આ વાત સાંભળીને ભારે વેદનાહત ત્યાર પછી તે સમગ્ર રાજભવનમાં શૃંગાર, ઉત્સવ, તબુલ રમતગમત વગેરે સ્વતઃ બંધ થઈ ગયાં. મંત્રીઓએ મહારાજને દૌર્ય આપ્યું અને મહારાજ ભીમે મંત્રીઓની સલાહ મુજબ શતાધિક જાસૂસોને રવાના કરી દીધા. મહારાજ ભીમના ચરપુરુષો ભારે દક્ષ, ચપળ અને મુખના ભાવો પરથી સઘળું સમજી જાય તેવા કેળવાયેલા હતા. મહારાજાએ પોતાના ચર પુરુષોને વિદાય આપતી વખતે કહ્યું હતું, " આપનામાંથી જે કઈ મહારાજ નળના અથવા મારી પ્રિય પુત્રી દમયંતીના સમાચાર લાવશે તેને હું વંશપરાગત ભેગવટો કરી શકે એવાં વીસ ગામ આપીશ અને ઉત્તમ પ્રકારની ભેટ આપીને સમૃદ્ધ બનાવીશ.” અને સહુ વિવિધ દિશા તરફ વિદાય થયા. સુદેવ અને શાંડિલ્ય નામના બે ચરપુરુષો ધીર, વીર, દક્ષ અને ઘણા ચતુર હતા. તેઓએ એક વિચાર મનમાં નકકી કર્યો... મહારાજા નળથી વિખૂટાં પડેલાં રાજકુમારી જે આ તરફ આવવા નીકળ્યાં હોય તો વિંધ્યના પાવતિય માર્ગે જ આવે. અને એમને નીકળવાને ઘણા મહિનાઓ વીતી ગયા છે. એટલે માર્ગમાં જ તેઓ કોઈ સ્થળે