________________ આશ્રય ! 32 અપરિચિત પ્રત્યે નિષ્કપટ ભાવે મમત્વ દર્શાવ્યું છે. હું આપની આજ્ઞા ભાવનાને અનાદર નથી કરી શકતી. પરંતુ આપે મારી એક પ્રાર્થના સ્વીકારવી પડશે.” " જરૂર...કહે.' “કોણ છું, કયાં જવા ઇચ્છું છું એ વિગત આપને અમુક સમય પછી જરૂર કહીશ.. પરંતુ ત્યાં સુધી હું મારું ભેજન મારા હાથે બનાવીશ. કઈ પુરુષનો મારા માટે સંસર્ગ ન લેવો જોઈએ અને મને કોઈ આજ્ઞા ન કરે.” ચંદ્રવતીએ દમયંતીને હર્ષભર્યા સ્વરે કહ્યું: “પુત્રી, તું કહે તે મારે કબૂલ છે.” તે હું થોડો સમય અવશ્ય આપને ત્યાં રહીશ.” દમયંતીએ કહ્યું. માસીએ એ જ વખતે પોતાના જ આવાસમાં દમયંતી માટે એક અંક કાઢી આપવાની અને વસ્ત્રાભરણો આપવાની એક દાસીને આજ્ઞા કરી. દમયંતીએ શાંત ભાવે કહ્યું: “મહાદેવી, હું અલંકારે ધારણ નહિ કરું.' તું જેમ ઈચ્છીશ તેમ રહી શકીશ.” આમ, ચંદ્રાવતી માસીના આવાસમાં થોડો સમય વિતાવવા રહી ગઈ. પ્રકરણ 34 મું : : પિતાને ઘેર નળરાજા જુગારમાં રાજપાટ હારીને દમયંતી સાથે કયાંક ચાલ્યા ગયા છે, એ સમાચાર મહારાજા ભીમને મળી ગયા હતા અને તેમણે મહિનાઓ પર્યત પુત્રી અને જમાઈને શોધવા માટે કેટલાય