________________ 320 નિષધપતિ. આપનાં દર્શન ઈચ્છે છે.” બીજી ત્રણેક દાસીઓ આવી પહોંચી હતી. દમયંતી કશે. પ્રતિવાદ ન કરતાં ચારેય દાસીઓ સાથે રાજભવન તરફ વિદાય થઈ. મહારાણી ચંદ્રમતી તેને સાકાર કરવા આવીને સામે ઊભી રહી. તે પિતાની ભાણેજને ઓળખતી નહતી. કારણ કે દમયંતીને બાલ્યકાળમાં જોઈ હતી અને દમયંતીને સ્વયંવર વખતે પ્રસૂતિકાળ હોવાથી તે ત્યાં જઈ શકી નહોતી. આમ છતાં ચંદ્રમતી દમયંતીનું તેજ-રૂપ જોઈને હર્ષિત બની ગઈ. જેમ મેઘથી ચંદ્ર છુપાયેલું હોય છતાં કુમુદિની વિકસિત થાય છે તે જ રીતે ઢંકાયેલી વસ્તુ પણ તેના પ્રભાવના કારણે સ્વયં પ્રકાશી ઊઠે છે. “તે એક સામાન્ય ક્ષત્રિય કન્યા છું.' એમ કહીને દમયંતીએ પિતાની માતાના પ્રતીક સમી મહાદેવી ચંદ્રવતીને સત્કાર કરતાં અટકાવી. તેનું ચિત્ત પીડિત હોવા છતાં શરમરૂપી રજજુ વડે. બંધાયેલું હતું. ચંદ્રમતીએ આદર સહિત દમયંતીને એક આસન પર બેસાડીને કહ્યું, “કલ્યાણ, તારાં દશનથી હું ધન્ય બની ગઈ. આજ હું મારા જીવતરને સફળ માની રહી છું. તારા નેત્રો મીંચાય છે એટલે હું સ્વીકારું છું. કે તું માનુષી છે...તારી દેડકાંતિ એવી છે કે તારી સમક્ષ દેવે પણ ઝાંખા પડે છે. તે ભાગ્યવતી, તું કોણ છે અને કોની પત્ની છે? હે પુત્રી, તું મારે મન મારી પુત્રી સમાન જ છો. તું આ ભવનને તારું પિતાનું માનીને રહે તને જોઈને મારું ચિત્ત ભારે હર્ષિત બની રહ્યું છે. જે તું સ્વાધીન ન હોય અને કોઈ કારણવશ જવા માગતી હોય, તે પણ તું થોડા વખત મારા. સંતેષ ખાતર અહીં રહે. જે તારે યાત્રાએ જવાનું હોય તો એ અંગેની પણ હું વ્યવસ્થા કરી આપીશ.” દમયંતીએ શાંત સ્વરે કહ્યું: “મહાદેવી, આપે મારા જેવી એક