________________ -018 નિષધપતિ “સારું...” કહી દમયંતી નદીતટ તરફ અગ્રેસર થઈ. બને એ પ્રથમ રનાન કર્યું. ઈષ્ટની આરાધના કરી ત્યાર પછી થોડું ઘી વગરનું પાથેય ખાધું. દમયંતીને ઘણા સમયે ઘી વગરનાં ઢેબરાં મળ્યાં હતાંતૃપ્તિને, અનુભવ કરી બન્ને બીવનનગરી તરફ ચાલતાં થયાં. નગરીના ગોંદરે એક વાવડી હતી...પાસે દસબાર વૃક્ષોની શ્રેષ્ઠ ઘટી હતી. દમયંતીએ કહ્યું, “અહીં ઘડીક બેસશું ?" હા બેનબા... આપ ઘડિક બેસે...સામે જે દરવાજો દેખાય છે તે નગરીનું પ્રવેશદ્વાર છે. આ વાવડીનું જળ અતિ શ્રેષ્ઠ છે.. મારે તો બારોબાર એક સાર્થમાં આ ઠામ વેચવા જવું છે. એટલે જે મને આજ્ઞા આપે છે...” વચ્ચે જ પ્રસન્ન સ્વરે દમયંતીએ કહ્યું, “બેન, “તું ખુશીથી જ. અહીં ઘડીક બેસીને પછી નગરમાં જઈશ.' ભરવાડણ પિતાના માર્ગે ચાલતી થઈ અને દમયંતી વૃક્ષઘટામાં એક શિલા પર બેઠી. તેના મનમાં માસીને મળવાને હર્ષ હતો... અને સંકોચ પણ હતો. સ્વામીરહિત હું મારાં સ્વજનોને કેવી રીતે મળી શકીશ? મંદભાગ્ય લઈને આવેલી હું મારો પરિચય કેવી રીતે આપી શકીશ? ને ના એ કરતાં તે માત્ર માસીને પરિચય આપ્યા વગર દૂરથી જોઈને મારે કુંડિનપુરના માર્ગે જવું તે જ ઉચિત છે. આવા વિચારે વચ્ચે મગ્ન બની ગયેલી દમયંતીએ જે વાવડી તરફ નજર કરી હતી તે ત્યાં આવેલી પનિહારીઓને જોઈ શકત. વાવડીનું જળ ભરવા બારેક પનિહારીઓ એકત્ર થઈ હતી. તેમાં મહારાણી ચંદ્રમતીની ચાર ખાસ દાસીઓ પણ હતી અને આ ચારમાંની એક દાસી વિચારમગ્ન દમયંતી તરફ ધારી ધારીને જોઈ રહી હતી. દમયંતીનું રૂપ, તેજ અને દેહ સૌષ્ઠવ્ય તે આકર્ષક હતું જ પરંતુ તેના વદન પર બિરાજતે પ્રભાવ ભારે આકર્ષક હતા.