________________ નિષધપતિ રહી છે. હે મુનિવર, આપે કહ્યું તેમ શ્રી શાંતિનાથ ભગવાનની સેવાનું ફળ સંપૂર્ણપણે લાભદાયક બને છે અને આપ સમા ભગવંત મહાત્માઓની વાણી કદી અસત્ય બનતી નથી. મારી પ્રિય સખીની તપશ્ચર્યા ફળે અને મને મારા સ્વામીની પ્રાપ્તિ થાય એ ભાવના સાથે હું કુંડિનપુર તરફ રવાના થાઉં છું.' આ પ્રમાણે કહી દમયંતીએ શ્રી શાંતિનાથ ભગવંતની વાળુકાની પ્રતિમા મુનિશ્રીને અર્પણ કરી અને મુનિશ્રીના ધર્મલાભ લઈને તે કુડિનપુર તરફ જવા રવાના થઈ. પતિ મિલનની આશા કઈ પ્રેમાળ પત્નીના હૈયામાં ચેતના ન પૂરે? ચારેક કેસને પ્રવાસ ઉલાસમાં ને ઉલ્લાસમાં દમયંતીએ ખેડી નાખ્યો અને નિર્ભય સ્થળે રાત્રિવાસ નિમિત્તે વિરામ લીધો. બીજે દિવસે સવારે સ્નાન કરી, શ્રી શાંતિનાથ પ્રભુનું મનમાં સ્મરણ કરી. મહામંત્રની આરાધના કરી તેણે આયંબિલના વતની પૂર્ણાહુતિ ફળાહારથી કરી. ત્યાર પછી તે ચાલતી થઈ. લગભગ મધ્યાહે ત્રણ રસ્તાને એક ત્રિભેટો આવ્યો. દમયંતી વિચારમાં પડી ગઈ. કયે રસ્તે જવું ? તે એક વૃક્ષ નીચે વિસામે લેવા બેઠી લગભગ બે ત્રણ ઘટિકા પછી એક ભરવાડણ માથે ઘીનાં બે ઠામ લઈને નીકળી, દમયંતીએ તરત ઊભા થઈને પૂછ્યું. “બેન, કુંદનપુર જાતે રસ્તો કયો છે?” ચાલ મારી સાથે હું માર્ગમાં આવતી શ્રીવર્ધનનગરી તરફ જઉં છું... ત્યાંથી કુંડનપુર જવાનો માર્ગ સીધો છે.” “વર્ધનનગરી અહીંથી કેટલી દૂર છે.' માત્ર પાંચ કેસ...પણ તમે ખૂબ થાકી ગયા લાગે છે... જો તમારી ઈચ્છા હશે તે આપણે માર્ગમાં કેઈ સ્થળે રાત શિકાઈશું.' ભરવાડણે કહ્યું. બન્નેએ શ્રીવર્ધનનગરી તરફ જતા માર્ગ પર ચાલવા માંડયું.