________________ આશ્રય ! 315 મુનિશ્રીએ કહ્યું. વૈદભ, તું સમજુ છે. અને દૌર્યયુક્ત છે. કેશિનીની આ સત્ય વાત જાણીને તું ચિત્તને સ્વસ્થ બનાવ. જે સંતપુરુષોની વાણી સાચી હોય, સતીઓનાં સતીત્વમાં લબ્ધિ રહેલી હેય સમ્યગ દ્રષ્ટિ વિદ્યાધરની સાધના સફળ થતી હેય. તારા દેહ પરનાં લક્ષણો સાચાં હોય તે હે પુત્રી, તું કંડિનપુર તરફ પ્રયાણ કર...જરૂર તને તારા સ્વામી પ્રાપ્ત થશે. કલ્યાણ, આયં. બિલનું તેં લીધેલું વ્રત હવે પૂર્ણ કરી લે અને કુંઠિનપુર તરફ જા...શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા તું મને આપી દે. કારણ મારા ગુરુદેવને વંદન કરવા રોહણાચલ પર્વત પર જતાં મને તીર્થનું ઉલ્લંઘન કરવાને દોષ લાગે છે. આ સ્થળે તારાથી આરાધાયેલા શ્રી શાંતિનાથ ભગવંતના જિનપ્રાસાદનાં કઈ ચિહ્ન મને દેખાયાં નહિ. એટલે મને આ સ્થળે કઈ મહાન તીર્થ છે એમ સમજાયું નહિ. તેથી પાંખ વગરના પંખી માફક હું આ સ્થળે નીચે પડી ગયો હતો. હવે પ્રાયશ્ચિત્ત કર્યા વગર હું ક્યાંય જઈ શકીશ નહિ. આ કારણથી મારા વદન પર ગ્લાનિ. ખિન્નતા અને ચિંતા હતી.. પરંતુ તારા દર્શનથી મારામાં પુનઃ પ્રસન્નતા પ્રગટી છે. હે ભદ્ર, જે રીતે તે આ પ્રતિમાની આરાધના કરી છે તે જ રીતે હું પણ કરીશ. એ વગર મારુ હિત થઈ શકે એમ નથી ભગવાન શાંતિનાથની આરાધના કરનારને સવ સુખ પ્રાપ્ત થાય છે પરંતુ ત્યાગી પુરુષ વિષયો પગ માટે આરાધના ન કરતા હોવાથી તેઓને સંસાર વૃદ્ધિ પામતે નથી બલકે લધુ બને છે.” આ વાત સાંભળીને દમયંતીએ પ્રસન્નભાવે કહ્યું, “મહાત્મન, આપ ભગવાન શાંતિનાથ પ્રભુની પ્રતિમા ગ્રહણ કરો અને આપની ઈચ્છા પૂરી કરો. હવે મારે કંડિનપુર જવું એ જ યોગ્ય છે. કેશિની અંગે આપે કહેલી વાત મને સત્ય લાગે છે. તે મારે ત્યાં મારી પ્રિય સખી તરીકે રહેલ છે... અત્યારે તે મારાં બંને બાળકોને સાચવી.