________________ આશ્રય ! 317 ભરવાડણે ચાલતાં કહ્યું, “આપનું કંડિનપુર દૂર છે પરંતુ કંડિનપુરના માણસ શ્રીવર્ધનનગરીમાં આવજા કરતા હોય છે. કારણ કે શ્રીવર્ધનના રાજાની રાણી ચંદ્રમતી રાણી કુંઠિનપુરના મહારાજા ભીમની સાળી થાય છે.” દમયંતીના મનમાં થયું, આ તો માસીનું ઘર ! મારે ત્યાં જવું જ જોઈએ. તે હર્ષભેર ભરવાડણ સાથે માર્ગ કાપવા માંડી. લગભગ ત્રણેક કોસ ચાલતાં જ સંધ્યા સમય થઈ ગયો. એટલે દમયંતીએ ભરવાડણને વિસામો લેવાનું જણાવ્યું. ભરવાડણ દમયંતીને તેજ અને રૂપથી ભારે પ્રભાવિત બની ગઈ હતી. તે હર્ષ થી કબૂલ થઈ અને બંનેએ એક જલાશયના કિનારે રાત્રવાસે રહેવાનું નક્કી કર્યું. નિર્વિદને રાત્રિવાસ પૂરો કરીને વહેલી સવારે બંને શ્રીવર્ધન તરફ જવા વિદાય થયાં. નગરી અર્ધકોસ દૂર રહી ત્યારે ભરવાડણે કહ્યું : “બેન, સામે દૂર દૂર દેખાય તે શ્રીવર્ધનનગરી...હવે જે મારી વિનંતિ સ્વીકારો તે આ નદીતટે આપણે થોડું શિરામણ કરી લઈએ... મારી સાથે ભાતું છે.તો મારા પર એટલી કૃપા કરે.' “તારી ભાવનાને હું અનાદર નહિ કરું, પરંતુ ભાતામાં તારી પાસે શું છે ?" “ઢેબરાં ને ઘી, " એ હું નહિ ખાઈ શકું...” વચ્ચે જ ભરવાડણે કહ્યું: “બેનબા, હું પણ શ્રી જિનેશ્વર ભગવંતની આરાધક છું...ઢેબરાં છાશિયાં છે...ગઈ કાલે તે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને મેં આપને કહ્યું પણ આપે તે વખતે પશ્ચિમ તરફ નજર કરીને ના પાડેલી. એટલે આપણે માત્ર જળપાન કરીને જ તૃપ્ત થયેલાં.”