________________ 314 નિષધપતિ કરશે. નળરાજા ને દમયંતી ઘણા જ પ્રેમથી રહેશે દમયંતીના ખેળે બે બાળકે રમશે.... ત્યારપછી કેટલાક સમયે નળ રાજા જુગારમાં સર્વસ્વ હારી જશે. ગાઢ વનપ્રદેશમાં નળ રાજા પત્નીને ત્યાગ કરશે. દમયંતી વિપત્તિઓ સહતી સહતી પિતાના પિતાના ભવનમાં પહોંચશે ત્યાં કેટલાક કાળ પછી નળરાજાને મેળાપ થશે. એ અવસરે કેશિની ગરુડે આપેલાં વસ્ત્રાભૂ ણે મેળવી શકશે. હે રાજન, જ્યાં સુધી કેશિની દમયંતીની સેવા કરશે ત્યાં સુધી તેના પતિ આ મહાબલને જડતા સિવાનું કોઈ દુઃખ નહિ પડે. બકે અત્યારે છે તે કરતાં દ ણું દુઃખ ઓછું થઈ જશે. પતિવ્રતા સ્ત્રીએ પોતાના પ્રભાવથી વ્રતથી, સમપણ રૂપી તપથી પોતાના પતિનાં સંકટો અવશ્ય દૂર કરીને તેને સુખી બનાવી શકે છે.” વિદ્યાધર મુનિની આ વાત સાંભળીને કેશિની પિતાના સ્વામીના હિત ખાતર સ્વજનોની રજા લઈને દક્ષિણ ભારત તરફ વિદાય થઈ. તેણે આનંદ અને ક્રીડા ખાતર એક કિનર યુગલને પણ સાથે લીધું. વિદર્ભાધિપતિ રાજા ભીમ વનમાં વિહાર કરવા નીકળેલા તે કિન્નર યુગલના સંગ થી ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓએ પિતાના આનંદ ખાતર કિન્નર યુગની માગણી કરી. કેશિનીએ દમયંતીની સેવામાં દાસીરૂપે રહેવાની ઈચ્છા પ્રદર્શિત કરી અને રાજા ભીમે તેની ઈરછાને સત્કાર કર્યો, કેશિની સાથે આવેલા કેટલાક વિદ્યાધરીએ આ હકીકતની રાજા બલભદ્રને જાણ કરી.” આ પ્રમાણે કહીને અમૃતકર મુનિએ બે પળને વિશ્રામ લીધે. દમયંતી આ વાત સાંભળીને આશ્ચર્યચકિત બની ગઈ હતી.. કારણ કે તે કેશિનીને પિતાની પ્રિય સખી માનતી હતી. તેને એ ખબર નહીં કે કેશિની પિતાના પતિનું સંકટ દૂર કરવા આવું દાસત્વ કરી રહી છે.