________________ આશ્રય ! 33 હતી. આ તકને લાભ લઈને તેના ઓશીકા નીચે પડેલ દાબડામાંથી કર્કોકટ ગરૂડે આપેલાં વસ્ત્રો લઈને ચાલ્યો ગયો. થોડી જ વારમાં મહાબલ પ્રિયતમાના ખંડમાં આવ્યું અને તેણે વસ્ત્રોની માંગણી કરી. કેશિની જાત ને સ્વામીને નાગપાશથી બંધાયેલા અને જડત્વ ધારણ કરી રહેલા જોઈને તે ચમકી. તેણે તરત ઓશીકા નીચેથી દાબડા કાઢયે. અને ખેલ્યો તો તેમાં ગરુડે આપેલાં વસ્ત્રો નહોતાં. કેશિની રડવા માંડી. મહાબલ ધીરે ધીરે જડતાને શિકાર બની રહ્યો હતો. શેકવશ કસિની મસ્તક કૂટવા લાગી પિતાને નિંદવા માંડી. ત્યાં તો તેને પિતા રાજા બૃહદ્રથ આવી પહોંચે. આખી પરિસ્થિતિ જાણીને તેણે પિતાની કન્યાને ઠપકે આપી. જમાઈની દશા જોઈને વિલાપ કરવા માંડયો. અને પિતાના દુર્ભાગ્યને ધિક્કારવા માંડે. પિતાના પુત્રના દુઃખના સમાચાર મળતાં જ વિદ્યાધર નરેન્દ્ર બલિરાજ તરત આવી પહોંચ્યા... બંને પરિવારના સભ્યો ભારે શોકમગ્ન બની ગયા. હવે કો માર્ગ લે તે પ્રશ્નનો કંઈ ઉકેલ શોધી શક્યા નહિ. તે અરસામાં ભાગ્યયોગે દ્રષ્ટિવાદના જાણકાર એક ચારણમુનિ આવી પહોંચ્યા. મહાબલના પિતાએ અને સાસરાએ મુનિને વંદન કરીને મહાબલ અંગે પ્રશ્ન કર્યો. મુનિશ્રીએ કહ્યું : “મહાનુભાવો, આ વીર મહાબલ ગરુડે અપેલાં વસ્ત્રાભૂષણે સિવાય કોઈ પણ ઉપાયે મુક્ત થઈ શકશે નહિ. તે વસ્ત્રાલંકારો પ્રાપ્ત કરવાને એક ઉપાય છે તે તમે બરાબર સાંભળો. જે કેશિની વૈતાઢય પર્વત ઓળંગીને દક્ષિણ દિશામાં પૃથ્વી પર જશે અને વિદર્ભ દેશના રાજા ભીમની કન્યા દમયંતીની દાસી બનીને રહેશે તે ગરુડે આપેલા વસ્ત્રાલંકાર પ્રાપ્ત થઈ શકશે. દમયંતી એક મહાન કન્યા છે...તેની પાસે વિદ્યાધરે પણ જઈ શકતા નથી. ભીમરાજાની આ કન્યાને સ્વયંવર થશે અને નળ રાજાને પિતાના સ્વામી બનાવી નિષધાનગરી તરફ પ્રયાણ