________________ આશ્રય ! 3 “ભગવંત, હું મારા પતિથી વિખૂટી પડેલી અને ગુરુમહારાજની આજ્ઞાથી શ્રી શાંતિનાથ ભગવંતની આરાધના કરી રહેલી હું નળ પત્ની દમયંતી છું.” દમયંતીએ વિનમ્ર સ્વરે કહ્યું. મુનિવરે કહ્યું : “ભદ્ર, હું અમૃતકર નામને વિદ્યાધર મુનિ છું... આ મારો શિષ્ય છે. ભ, પ્રથમ તું અમને ભગવાન શાંતનાથની પ્રતિમાનાં દર્શન કરાવ.” હર્ષિત હૃદયે દમયંતી બંને મનિઓને ફાગૃહમાં લઈ ગઈ. એક તરફ પથ્થરના આસન પર બિરાજમાન કરેલ અને હવે પછી થનારા શ્રી શાંતિનાથ ભગવંતી વેળુની પ્રતિમાને બંને મુનિઓએ ખૂબ જ ભાવપૂર્વક વંદન કર્યા. અને ચાર લોકો વડે સ્તવના કરી. ત્યાર પછી બંને મુનિવર ગુફાગૃહની બહાર આવ્યા. દમયંતીએ બંને મુનિવરો સામે જોઈને કહ્યું: “ભગવંત, અહીં વિશ્રામ લે અને જે આપને હરક્ત ન હોય તે આપના વદન પર આટલી ગ્લાનિ કેમ દેખાય છે તે મને કહો.” બને મુનિઓ પ્રાંગણમાં બેસી ગયા. મુનિ અમૃતકરે કહ્યું, “હે મહાસતી, મને તારે મેળાપ થયો તે ઉત્તમ થયું. મારી ખિનતાનું કારણ હું કહીશ. હું તારી પરિસ્થિતિ જાણી ગયો છું. ભવિષ્ય કાળના જ્ઞાન વડે એ પણ જાણું છું કે ભવિષ્યમાં તને તારા સ્વામી નળ રાજાને અવશ્ય સંગ થશે. સતી, પ્રથમ હું જે કંઈ જાણું છું તે તને કહુ. તું નીચે બેસી જા.' દમયંતી પુનઃ નમન કરીને બંને મુનિવરોની સામે બેસી ગઈ. અમૃતકર મુનિએ પ્રસન્ન સ્વરે કહ્યું, “પૂર્વે સ્થનુપુર નામના નગરમાં એક વખત હું ગયો હતો. એ ગરીમાં રોહિણીને પુત્ર બૃહદ્રથ નામનો વિદ્યાધર રાજા છે. તેને કેશિની નામની એક સુકન્યા છે અને એના કારણે વિરાટવાં ગાત્રવાળા ખડગી નામના વિદ્યાધર સાથે યુદ્ધ થયું. આ યુદ્ધ અતિ ભયંકર હતું. વિદ્યાના મદથી છકી