________________ આરાધના 30% ધાન્ય પણ પડયું છે. શાંતિનાથ પ્રભુની આરાધનાથી તને આ સ્થળે કઈ પ્રકારનું કષ્ટ નહિ પડે. " - દમયંતીએ ભક્તિભાવપૂર્વક મુનિને નમન કર્યો. ત્યાર પછી તે બોલીઃ “ભગવંત, મારા પુણ્યોદયને કારણે જ હું આપને યોગ પામી શકી છું.. આપે મને કૃતકૃત્ય બનાવી છે. હે મુનિશ્રેષ્ઠ, આ શ્રી શાંતિનાથ ભગવંત, આપ અને મારા સ્વામી નળ ત્રણેય ક્ષમા ધારીઓમાં શ્રેષ્ઠ છે. હું શ્રી શાંતિનાથ ભગવંતનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરતી અહીં જ રહીશ.' મધ્યાહ્ન મળ વીતી ગયો હતો... આકાશમાં વાદળ દળ ઊમટી રહ્યાં હતાં, બધા મુનિઓ ઊભા થયા અને દમયંતીને આશીર્વાદ આપી આકાશમાર્ગે ચાલ્યા ગયા. દમયંતી મુનિએ બતાવેલી ગુફા કુટિરમાં ભગવંતની પ્રતિમા લઈને ચાલી ગઈ આજે તેના આનંદનો પાર નહે. વર્ષના વિકટ કાળમાં આ આશ્રય મળી ગય... પરંતુ એ કરતાં ય હવે પછી થનાર ભગવાન શાંતિનાથના આરાધનાનું કાર્ય પ્રાપ્ત થયું... અને સાથે સાથે મનને સ્વચ્છ અને દ્રઢ રાખે એવી પ્રેરણા મળી. વળતે જ દિવસે દમયંતીએ આયંબિલનું તપ શરૂ કર્યું .. અને ભગવાન શાંતિનાથની પ્રતિમાનું ત્રણે કાળ પૂજન શરૂ કર્યું. પાંચેક દિવસ પછી વર્ષાને પ્રારંભ થયો. પર તુ આ ગુફામાં વર્ષની કોઈ અસર થઈ શકતી નહોતી. ગુફાકટિરમાં અન્નની એક કેઠી ભરી હતી. અંદરના ભાગમાં સૂકાં લાકડાં હતાં. કેટલાંક વલ્કલે હતાં. માટીનાં કેટલાંક પાત્ર પણ હતાં. અને તપ ગમે તેવું હોય તો પણ દેહને કંઈક કૃશ તે બનાવે જ છે. વષકાળ પૂરું થવા આવ્યું...દમયંતીને કોઈ અંતરાય ન ન... તે શ્રદ્ધાપૂર્વક આરાધના કરતી હતી. અને તેના તપના