________________ 308 નિષધપતિ: આશ્વાસનરૂપ અમૃતના સ્પર્શથી દમયતી ખૂબ જ હર્ષિત બની. મુનિવરે દમયંતીને વધારે બળ મળે એ ખાતર કલાવતીને પ્રસંગ ટૂંકમાં કહ્યો. અને જણાવ્યું, “દમયંતી, સંકટ કોઈ લાવતું નથી, આપણું જ કર્મફળનું એ સ્વરૂપ છે. અને પ્રાણીમાત્ર ભોગવવું પડે છે. તું સ્વસ્થ મન વડે દુઃખને પી જજે.' દમયંતીએ ધર્માચાર્ય અનંતમુનિ સામે જોઈને કહ્યું: “હે પૂજ્ય, આપનાં વચનામૃતથી હું પીડિત હોવા છતાં મારું મન સ્વસ્થ બન્યું છે. હવે મારા ઉપર એક કૃપા કરીને કંઈક આજ્ઞા આપે અને માર્ગદર્શન આપે.' પુત્રી, તેં સમયોચિત વાત કહી હમણું તે તું નિર્ભય છે. જ રહે. મને લાગે છે કે તને તારાં કુટુંબીજનોને મેળાપ થવામાં થડે વિલંબ થશે.ગ્રીષ્મઋતુ વિદાય થવાની છે અને વર્ષાકાળ નજીક આવી રહ્યો છે....એથી તારા પ્રવાસનો માર્ગ પણ વિપત્તિઓથી ભરેલ બની જશે. એટલે તું આ સ્થળે ભગવાન શાંતિનાથ પ્રભુની વાળકાની એક પ્રતિમા બનાવ..જે આ તરફ એક કુંડ છે...રતી છે. અને તપવનની એક ગુફાટિર પણ છે.... કુટિરમાં ઉપયોગી થાય એવાં વલ્કલે પણ પડયાં છે તું ત્યાં જ અને એક પ્રતિમા તૈયાર કરીને આવ. તેને માત્રત કરી આપીશ...આરાધનાનો, વિધિ પણ સમજાવીશ.” ઉત્સાહિત થયેલી દમયંતી તરત ઊભી થઈ તે પાંસઠ કલાઓની જાણકાર હતી અને માત્ર બે જ ઘટિકામાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બનાવીને લઈ આવી. મહામુનિ અનંતે તરત એ પ્રતિમાને મંત્રપૂત બનાવી. પછી દમયંતી સામે જોઈને કહ્યું, “પુત્રી, હંમેશા એક ધાન્યનું આયંબિલ કરીને સર્વ પ્રાણીઓને શાંતિ આપનારા આ શાંતિનાથ ભગવંતની આરાધના કરજે. પેલી ગુફા કુટિરમાં તને હરકત ન આવે એટલું