________________ 310 નિષધપતિ પ્રભાવે વનદેવીઓ પણ તેની પાસે આવવા માંડી. આમ, દમયંતી સર્વથા નિભય અને વિપત્તિહીન બની ગઈ હતી...તપના કારણે કાયા કૃશ બની હતી. પણ તેના જ્યને, વદને અપૂર્વ તેજ ખીલી રહ્યું હતું. કોઈ કોઈ વાર તળેટીની પલ્લીમાં રહેતો બહેને પણ આવી ચડતી અને ભગવાન શાંતિનાથનાં દર્શન કરીને પિતાને ધન્ય માનતી. વર્ષાઋતુ વિદાય થઈ..દમયંતીએ વધુ સમય આરાધના ચાલુ. રાખવાનો નિર્ણય કર્યો. અને આ આરાધનામાં જ ઘણું દિવસ વીતી ગયા . પરંતુ દમયંતીને મન તો જાણે એક જ દિવસ વીત્યા હોય એમ લાગતું હતું. અને એક પ્રાત:કાળે આકાશમાંથી ઓઈ તેજમૂર્તિ ઊતરી આવતી. હેય તેમ એક ચારણમુનિ આ ગુફાના દ્વાર સામે આવી ચડયા. પ્રકરણ 33 મું : : આશ્રવ ! જના લિસોટા જેવા અને એકાએક પાંખ કપાઈ ગયા પછી 5 તા પંખી જેવા એક વિદ્યાધર મુનિ એક શિષ્ય સાથે દમયંતીની ગુફાકુટિર સામે આકાશમાંથી નીચે આવી ગયા. દમય તા ગુફાના દ્વાર પાસે જ ઊભી હતી. તેણે જોયું, મુનિ, ઘણા જ તેજરવી હોવા છતાં કંઈક વિકળ, અસ્વસ્થ અને ચિંતિત. લાગે છે. દમય તંએ આગળ આવે બંને મુનિઓને વિધિવત વંદન કર્યા. મુનિવરે કહ્યું : “કલ્યાણ, તું કોણ છે ? આવા સ્થળે એકલા કેમ રહે છે...?