________________ આરાધના 307 પણ હું જાણતી નથી. હે પૂજ્ય, મારી આ દર્દકથા સાંભળીને આપ દુઃખી ન થશે.” દમયંતીનાં આ વચને સાંભળીને અને દમયંતીનાં સજળ નયને નિહાળીને બધા મુનિવરે દયાના ભાવથી સજળ બની ગયા. બે પળ પછી ધર્માચાર્ય મુનિએ ભાવભર્યા સ્વરે કહ્યું, ભારે આશ્ચર્યની વાત છે. તને વરવા માટે દેવો તારા સ્વયંવરમાં આવ્યા હતા અને જેનાં વખાણ દેવ, મુનિઓ, માન, યક્ષ, વગેરે કરતા રહે છે તે તું દમયંતા છે તે જાણીને જેમ આનંદ થાય છે તેમ તારા પર વરસેલી વિપત્તિ સાંભળીને આશ્ચર્ય પણ થાય છે. જે તારા જેવી સમૃદ્ધ અને દેના વરદાનથી સબળ નારીના માથે આવી વિપત્તિ પડી શકતી હેય તે અન્ય હીનજનેની વાત જ શી કરવી ? પણ ભદ્ર, સંકટરૂપી દીવાલ તડવી ભારે કઠિન હોય છે... છતાં મહાપુરુષનું સરવ વજ કરતાંયે કઠિન છે. કર્મચાયેગે પતિથી સજાયેલી એવી તાર શેક કરવાની કોઈ જરૂર નથી. શું શકું તલાએ તારા કરતાં વધારે વિપત્તિ સહન ઑતી કરી? માટે વિપત્તિમાં હારવું નહિ...વિપત્તિને વેઠી લેવી. દખ રડતાં રડતાં સહી લેવું તે કરતાં હસતાં હસતાં સહી લેવામાં મન સ્વસ્થ રહે છે. પુત્રી, રાજ્યભ્રષ્ટ થવા છતાં બુદ્ધિવંત અને સમયના જાણ નાર એવા તારા સ્વામી નળ રાજાએ તેને ત્યાગી નથી. પણ દીવે. દ્રષ્ટિ વડે વિચાર કરી તારા હિત ખાતર તને પિતૃગૃહે જવાનું કહ્યું છે.. તારા પિતા પણ મહાન છે, તારા પર અપાર વાત્સલ્ય રાખે છે. તેઓ તને દરેક વાતે સુખ આપશે અને થોડા સમય પછી તારા પતિ તને અવશ્ય મળશે. દમયંતી, તું પોતે પવિત્ર અને ધર્મની જ્ઞાતા છે. ધર્મ પર તારી શ્રદ્ધા અચલ છે. વળી તું દેવતાઓના આશીર્વાદથી રક્ષાયેલી છે. સુખ અથવા દુઃખના સમયે પિતાથી અધિકાધિક વ્યક્તિને જોવાથી ધીરજવાળા માનવીને હર્યું કે શોક સમા બંને શત્રુઓ મનથી જરાયે ચલિત કરી શકતા નથી.”