________________ આરાધના 305 વિહરી રહ્યા છે. તેનું ડાબું નેત્ર ફરકવા માંડયું... તેના મનમાં થયું ઇછિત ફળને સૂચવનારાં આ શુભ લક્ષણ છે...જરૂર મને કંઈક માર્ગદર્શન મળશે અથવા કોઈ શુભ ફળ પ્રાપ્ત થશે ! નિરાશાથી વીંટળાયેલી દમયંતીના હૃદયમાં આશાને પ્રેરણાદાયી સંચાર થયો. તે હર્ષિત મન સાથે ઉત્સાહપૂર્વક પર્વતના શિખર ચડવા માંડી. અને શિખર પાસે પહોંચતાં જ તેનું હૃદય ઉલ્લાસિત બની ગયું... એક વૃક્ષ નીચે મુનિઓનું મંડળ બેઠું હતું...દમયંતીના મનમાં થયું. આજ હું ધન્ય બની ગઈ..મારી તમામ વેદનાઓ વિરામ પામી, જાણે આજ પોતે પોતાના પિતાના ઘેર પહોંચી ગઈ. નજીક આવીને દમયંતીએ વિધિવત સવ મુનિઓને વંદન કર્યા. મુનિમંડળના મધ્યમાં બિરાજેલા ધર્માચાર્યો' ધર્મલાભ આપીને કહ્યું, “હે ભદ્ર, તારા ધાર્મિક આચરણની ઉત્તરોત્તર વૃદ્ધિ થાઓ, તારું ચિત્ત પ્રસન્ન રહો ! હે કયાણી, તું અહીં બેસ...તું ખૂબ જ શ્રમિત થઈ છે એમ જોઈ શકાય છે, દમયંતી પુનઃ વંદન કરીને એક તરફ બેસી ગઈ અને બેલી : ભગવંત, આપનાં દર્શનથી જ મારો શ્રમ વિરામ પામે છે..હું ધન્ય બની ગઈ છું.” ભદ્ર, અમે વિદ્યાધર મુનિઓ વૈતાઢય પર્વત પરથી આ તીર્થનાં દર્શનાર્થે આવ્યા છીએ. આ પૃથ્વી પર પાંચમા ચક્રી અને સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ નામને ભગવંત હવે પછી થશે. તેઓ શ્રીનું તિર્યંચ, અસુર અને મનુષ્યોથી સભર બનેલું સમવસરણ આ સ્થળે થશે. ત્યાર પછી ફરીને જન્મેલા અને તેઓશ્રીની કૃપાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. આ તીર્થનું નામ મુક્તિદ્વાર છે અને તે શ્રીનેશ્વર ભગવંતે પ્રરૂપેલા ધર્મની પ્રાપ્તિ કરનારાઓને જ દ્રષ્ટિગોચર થાય છે. શ્રી ભાસ્કરમુનિ અમારા ગુરુદેવ. તેમણે અમારા પર કૃપા કરીને આ તીર્થસ્થળ બનાવ્યું છે. હે સૌભાગ્યવતી સ્ત્રી 20