________________ 304 નિષધપતિ મારા નિમિત્તો વિપત્તિમાં ન મૂકવા જોઈએ હતભાગીને ઓછાયો પણ અહિતકારક થઈ પડે છે. આવો વિચાર કરીને તે બાજુમાં વહેતી કરી. ત્યાર પછી થોડાંક ફળ મેળવીને પ્રાતઃ ભોજન પતાવ્યું અને તે હિંમત રાખીને એકલી પર્વતના શિખર તરફ ચાલી નીકળી. ભયથી ભ્રમિત સમાન બની ગયેલી દમયંતીને આજ સુધી એવું કે સ્થળ મળી શક્યું નહતું કે જ્યાં તેને સાંત્વન આપનાર કોઈ વ્યક્તિ મળી શકે! પર્વત પરની કેડી પણ ભારે કઠણ અને કપરી હતી, છતાં મનમાં આવા વિચારો કરતી અને સાર્થવાહની તારાજીથી શોકમગ્ન. બનેલી, જેનાં સુંદર નેત્રમાં રક્ત રેખાઓ દેરાયેલી છે તે દમયંતી શ્રમની પરવા કર્યા વગર હિંમતપૂર્વક ચાલવા માંડી. લગભગ અધે રસ્તે પહોંચતાં તે ખૂબ જ થાકી ગઈ. તેણે નજર કરી બાજુમાં એક નમેલી શાખાવાળું રત અશોકનું વૃક્ષ દેખાયું. તે અશોકવૃક્ષ પાસે ગઈ. તેની છાયામાં વિસામો લેવા બેસી, ગઈ. અશોક વૃક્ષ સામે જોઈને તે બોલી : “હે પ્રિય અશોક ! તારું દર્શન, સ્પર્શ, સ્મરણ અને રૂપ સજજન પુરુષોને કયા કયા પ્રકારનાં આપી શકે છે.' આ પ્રમાણે કહી. થોડી વાર વિશ્રામ લઈ તે પહાડ પર જવા અગ્રસર થઈ. તેને સૌભવંત વાયુને સ્પર્શ થયો. જાણે પાંચેય ઈન્દ્રિયના વિષયો ઉદાસીન બની ગયા હોય એવી તૃપ્તિ જણાવા માંડે. સંતોષરૂપી અમૃત પિતાના જ હૈયામાં છુપાયું છે એ અનુભવ થવા માંડયો. દમયંતીએ જોયું, સ્વસ્તિક નામના મેધના મિત્રો આકાશમાં