________________ આરાધના 303 નહોતા કરતા. રાત્રિને પ્રથમ પ્રહર પૂરો થયો. સાર્થના માણસો નિરાંતે સૂઈ ગયા. કેટલાક ચેકીદારે જાણતા હતા અને અવારનવાર સાથે ફરતું એક ચક્કર મારી લેતા. મધરાત જામી. દમયંતી નિરાંતે નિદ્રાધીન બની ગઈ હતી. અને એકાએક કઈ ભયંકર ધમાચકડી થતી હોય એવું દમયંતીના કાને અથડાયું તે જાણીને કોમી થઈ ગઈ. જોયું તે સાથ ઉપર હાથીઓનું એક વિશાળ ટોળું ફરી વળ્યું હતું. સાર્થના માણસો ચિચિયારીઓ નાંખી રહ્યા હતા. પિઠના બળદિયાએ પણ બંધન તોડીને આડા અવળા નાસી રહ્યા હતા. ચારે તરફ બળતી મસાલે કાં તો ધરતા પર પડી ગઈ હતી અથવા કોઈ રાવટી પર કે સામાન પર પડીને આગ પ્રસરી 2 હતી. હાથીઓનાં ટોળાંઓએ સાર્થવાહનો સઘળે માલ વેરણછેરણ કરી નાખે. કરિયાણાના કોથળાઓ વેરવિખેર થઈ ગયા...નાનીમોટી રાવટીઓ ભાગીને ભુકકો થઈ ગઈ...વનપ્રદેશના મદોન્મત્ત હાથીઓ માનવગંધથી કપાયમાન બનીને વિનાશ વેરી રહ્યા હતા.... અને જ્યારે હાથીઓ ચાલ્યા ગયા ત્યારે દમયંતી જોઈ શકી કે સાર્થવાહને સમગ્ર સાથે વેરણછેરણ થઈ ગયો છે.સાર્થવાહના માણસો નાની મોટી આગ ઠારવામાં દત્તચિત્ત બની ગયા હતા અને ગઈ કાલને ધનવાન સાર્થવાહ આજે રાક બનીને લમણે હાથ મૂકીને એક ટેકરા પર બેસી ગયો હતો. સવાર પડયું. દમયંતીના મનમાં થયું, અરેરે, મારા દુદેવને ઉદય કેટલો ખતરનાક છે...હું તે સંકટમાં સપડાયેલી જ છું... જેની સાથે ચાલુ છું તે પણ કુશળ રહી શકતો નથી... દુર્ભાગ્યની છાયા અણુ કેટલી વિપત્તિકારક છે...ના. ના..ના...મારે હવે કોઈને આ રીતે