________________ સુવાનની આંખ ફરી ! 30 માં આ પ્રવાસમાં મહામંત્રને અને પિતાના સ્વામીના ચરણ કમળની. સ્મૃતિને જ પાથેય રૂપે ધારણ કર્યા હતાં. માર્ગમાં આવતાં પશુઓ પણ દમયંતીને માગ આપતાં હોય તેમ જોઈ શકાતું... દમયંતી સમજતી હતી કે ધર્મને શરણે જનારાઓનું ધર્મ પતે અવશ્ય રક્ષણ કરે છે. પ્રકરણ 32 મું : : આરાધના. કેટલાક દિવસે પસાર થઈ ગયા. દમયંતીએ માત્ર એક વલ ધારણ કર્યું હતું, છતાં તેનું રૂપ જરાયે ઝાંખુ નહતું પડયું. બક્કે વધારે તેજોમય બન્યું હતું. માર્ગમાં નદીઓ, સરવરે ને વિવિધ જળાશય આવતાં, વિવિધ પ્રકારનાં ફળ મળી જતાં, એમાં તેની સુધાતૃષા નિવૃત્ત થઈ જતી. વિદર્ભને માર્ગ પણ નાની મોટી પહાડીઓવાળો હતે...પરંતુ આટલા દિવસના અભ્યાસ પછી દમયંતીને ખાસ કોઈ વાંધો નહોતો આવતો અને વન-વગડા વીંધતાં વીંધતાં તે વધારે હિંમતવાન અને સ્વસ્થ બની ગઈ હતી. નવકાર મંત્રનું સ્મરણ અને પતિના ચરણ કમળની યાદ હૈયામાં સંઘરીને તે આગળને આગળ જતી હતી. ભાગમાં નાનામેટાં પલ્લીગ્રામે આવતાં હતાં, પરંતુ દમયંતી કયાંય જતી નહતી. કારણ કે, એમ થાય તો કાઈનું આતિથ્ય સ્વીકારવું પડે અથવા પિતાને જોઈને માનવી પશુ બની જાય...આથી તે નિર્જન સ્થળે જ રાત્રિવાસ કરતી અને સવારે સ્નાન સંધ્યાથી નિવૃત્ત થઈને આગળ વધતી..એ જ રીતે, સૂર્યાસ્ત પહેલાં જ તે રાત્રિવાસ,