________________ જુવાનની આંખ ફરી ! જુવાન ભીલ ખડખડાટ હસી પડયે... દમયંતીએ મનમાં ઈન્દ્ર મહારાજનું સ્મરણ કર્યું... ઈન્દ્ર દમયંતને વરદાન આપ્યું હતું...દમયંતીનું સ્મરણ પૂરું થાય તે પહેલાં જ આકાશમાંથી વીજળી જેવો એક તેજલિસોટો સડસડાટ કરતો કુટિરનું છાપરું ફાડીને અંદર આવ્યો...અને એનો સ્પર્શ થતાં જ ભીલ જુવાન ત્યાં ને ત્યાં ભસ્મીભૂત થઈ ગયો.. તેજરેખા તો પલક માત્રમાં અદશ્ય થઈ ગઈ. અને દમયંતીએ જોયું... ભીલ જુવાન ભડું થઈને નીચે ઢળી પડે છે. દયંતીને આથી ભારે દુઃખ થયું..પિતાના પર ઉપકાર કરનારા એક જુવાનનું મૃત્યુ થયું એ એના માટે ભારે શોકનું કારણ બની ગયું. દમયંતીનાં નયને સજળ બની ગયાં... તે બેલી ઊઠી, હે કર્મદેવ, મારે મારાં કર્મફળ તે ભેગવવાનાં જ છે... પરંતુ આવાં પરિણામ ને પરિતાપ સહન કરવા જતાં ભારે વેદના સહન કરવી પડે છે ! અહીં, મારા હિતને ખોટ ખ્યાલ મનમાં રાખીને સ્વામી ચાલ્યા ગયા. પણ તેઓને કયે થી કલ્પના આવે કે તેઓ સાથે હેત તો આવી કોઈ વિપત્તિ આંખ સામે ઊભી ન થાત ! દમયંતી ઝૂંપડીની બહાર નીકળી. આકાશ સામે નજર કરી... હજુ તે રાત્રિને પ્રથમ પ્રહર પૂરો થયો હશે એમ તે કપી શકી. પુનઃ તે ઝૂંપડીમાં ગઈ...કમળપત્રની શય્યા પર મૂકેલ વલ તેણે ભીલ જુવાનના નિર્જીવ દેહ પર બિછાવ્યું. ત્યાર પછી તેણે. ચારે તરફ નજર કરી એક ખૂણામાં નાની પિટિકા પડી હતી...તે ઉઘાડી. તેમાં વકલની એક ચાદર સિવાય કશું નહતું. દમયંતીએ જોયું, પિતાનાં વસ્ત્રો સાવ ચિરાઈ ગયાં છે...દેહની લજજાને સંભાળવા. માટે પણ ગમે તે વસ્ત્ર રાખવું આવશ્યક છે. આમ વિચારી વિકલની ચાદર સહિત તે બહાર આવી અને પર્ણકુટિની એાસરીમાં જ