________________ ટoo નિષધપતિ રાત્રિ ગાળવાને વિચાર કર્યો. ઝુંપડી ફરતી જે વાડય હતી તે અત્યારે દુર્ગ સમી હતી... મનમાં મહામંત્રનું સ્મરણ કરતી કરતી તે ઓસરી જેવા પ્રાંગણમાં બેસી ગઈ. છે મધરાતે તેને નિદ્રા આવી અને તે જ્યારે જાગૃત થઈ ત્યારે પંખીઓનું પ્રાત ગાન પ્રકૃતિની શેભાને બિરદાવી રહ્યું હતું. દમયંતી ઊભી થઈ. એક વાર ઝૂંપડી તરફ નજર કરીને ઝાંપે ખેલીને બહાર નીકળી. સામે જ નાનું સરેવર હતું. ઉષાને સોનેરી પડછાયે દર્પણ સમા જળમાં પડી રહ્યો હતો. સરવર નાનું છતાં અતિ રમણીય હતું. તેણે સ્નાન કર્યું. વસ્ત્રોને ત્યાગ કરી કાયા પર વાલની ચાદર બરાબર વીંટી લીધી.. ઉત્તરીયના ચીરા થઈ ગયા હોવા છતાં તેણે તે મસ્તક પર વીંધ્યું. ત્યાર પછી ત્યાં ને ત્યાં ધર્મની આરાધના કરવા બેસી ગઈ. સૂર્યોદય થઈ ગયું હતું. સમગ્ર વનપ્રદેશ સહામણે બની ગયું હતું. બે ઘટિક પછી ધ્યાનમુકત બનીને દમયંતીએ આસપાસ નજર કરી. એક વૃક્ષ પર ફળ હતાં. તે ખાઈ, જળપાન કરી, કુંઠિનપુર તરફ ચાલતી થઈ. દમયંતીના હૃદયમાં દૌર્ય તે હતું જ... અને ભયે પણ વિદાય લીધી હતી. તે મનમાં મહામંત્રનું સ્મરણ કરતી કરતી કંડિનપુરના અવાવરા માર્ગે ચાલવા માંડી. મધ્યાહ્ન સમયે કોઈ પણ વૃક્ષ તળે બે ઘડી વિસામે લેતી.જે કંઈ ફળ મળે તે વડે ભૂખનું નિવારણ કરતી અને કોઈ નિર્ભય સ્થળે રાત્રિ વિતાવતી. વિતાવતી... આમને આમ તેણે વિવિધ પહલી અને વનવાળી વિંધ્યની પાર્વત્ય ભૂમિ વટાવી અને વિદર્ભના પંથે ચાલવા માંડી. મહામંત્ર નવકારના સ્મરણને કદી પણ ચૂકતી નહતી. તેને