________________ નિષધપતિ. કરી રહી છે? જેમ ઢોળાવવાળી ભૂમિ પર જળ સ્થિર રહી શકતું નથી, તેમ અમારા હૈયામાં શીલ, ધર્મ જેવું કાંઈ ટકી શકે જ નહિ. અમે પા૫ પુન્યને કદી જોયાં નથી. સ્વર્ગ નરકને પણ નિહાળ્યાં નથી. તેમ, અમને નર્ક કે પાપને કઈ ભેદ હેત નથી. તારા જેવું અનાયાસે પ્રાપ્ત થયેલું રન જે હું ન ભોગવી શકું તે મને નક કરતાં યે વધુ દુ:ખને અનુભવ થાય. હાથમાં આવેલી સુંદરીને જતી કરનારાઓ પુંસક જ દેખાય છે...અમારા વીરપુરુષની સભામાં મારી ડાઈ ઈજજત રહે નહિ. મેં અત્યાર સુધી જે વિનય રાખ્યો છે તે તારી સુંદરતા સુખરૂપ ભોગવી શકાય એ આશાએ રાખ્યો છે. તું કહે છે તેમ મેં તારા પર ઉપકાર નથી કર્યો... પણ એક સુંદર નાર રન પ્રાપ્ત કરવાને પુરુષાર્થ કર્યો છે...જે મને ફો છે. મારી ઈચ્છા એવી છે કે આપણે બંને મસ્તીભર્યા મનથી મળીએ. તું જે વધારે દુરાગ્રહી બર્નશ તે મારાં બાવડાંમાં ઓછું બળ નથી. બળાત્કારને હુ નિંઘ નથી માનતે.. બળની મસ્તી માનું છું અને આ સ્થળે એવું બળ વાપરતાં મને કેઈ અટકાવી શકે એમ નથી. જે પળે તને મારા બાહુ બંધનમાં સમાવને તારા અંગે અંગને રમાડી શકું છું. હે, કમળ જેવાં નેત્રવાળી રૂપાણી, તું સમજી જ નહિ તે હું તને ભોગવ્યા વગર રહેવાને નથી એ તું નકકી માનજે.' હાથમાં લીધા. એ જ પળે દમયંતી બોલી ઊઠી: “તને ધિકકાર, હ! તું આ શું કરે છે? જલદી કુટિરની બહાર નીકળી જા....એક ઉપકારી જ વનનું મારા નિમિત્તે મૃત્યુ થાય તે મારાથી જોઈ શકાશે. નહિ.”