________________ 306 નિષધપતિ તને આવા સ્થળે એકલી આવેલી જોઈને આશ્ચર્ય થાય છે. કારણ કે તું લક્ષ્મી, સાવિત્રી, પાર્વતી કે ઈન્દ્રાણી જણાતી નથી...તારી દ્રષ્ટિ નિમેવવાળી છે અને દેવીઓ નિમેષ વગરની હોય છે. તું એશ્વર્યરહિત હોવા છતાં અમે તને રાજરાણી માફક આયુષ્યમાન જાણીએ છીએ. કારણ કે તારાં નેત્રની આકૃતિ તેવી છે.' મુનિરાજના આ શબ્દો સાંભળીને દમયંતી નીચું જોઈ ગઈ.. તેણે આંસુના વેગને બળપૂર્વક રોકીને કહ્યું: “હે પૂજ્ય હું આમ તે સંકટમાં સપડાયેલી છું, પરંતુ આપની વાણીથી ભાગ્યવતી બની છું. આપ સમા અહિંસા અને ત્યાગના સકાર મુનિવરો સમક્ષ પિતાનાં સુખદુઃખ દર્શાવીને પ્રાણ શલ્ય રહિત બને છે, આપ સમાં મહાજ્ઞાની સમક્ષ હું શું કહી શકું? છતાં મારી વિસ્તારપૂર્વકની વાત હું આપને ટૂંકમાં કહીને હૈયાને ભાર હળવો કરવા ઈચ્છું છું.” ભદ્ર, સંકોચ રહિત બનીને તાર જે કંઈ કહેવું હોય તે સુખ રૂ૫ રહે. મુનિવરે કહ્યું. ત્યાર પછી દમયંતીએ પિતાને અને પિતાના સ્વામીને પરિ. ચય આપી લગ્નથી માંડીને અત્યાર સુધીની હકીકત ટૂંકમાં કહી. બધા મુનિઓ સ્વસ્થ ચિત્તો આ વાત સાંભળી રહ્યા. દમયંતીએ કહ્યું, “ભગવંત, પતિથી ત્યજાયેલી હું સઢ વગરની નૌકા માફક ભારે વમળમાં આવી પડી છું. દક્ષિણ દિશાના રાજા ભીમસેન મારા પિતા છે અને મારા સ્વામીની આજ્ઞાથી હું તે તરફ જઈ રહી છું. પરંતુ હું મારા પિતૃગૃહે પહોંચી શકીશ કે નહિ તે નથી જાણતી.વળી, મારા સ્વામીને કંઇ પણ ઉપદ્રવ થશે તે અમારા બંનેને મેળાપ કેવી રીતે શક્ય બનશે? આશાના તતુ મારા દેહદમનને આવરી રહ્યા હેવાથી હું પ્રાણત્યાગ પણ કરી શકતી નથી...અને બળાકારે પ્રાણત્યાગ કરવાની શાસ્ત્રકાર ભગવંતોએ આજ્ઞા આપી નથી. પૂર્વકની કોઈ દુષ્ટ ફળને હું ભેગવી રહી છું...એ બધું કયારે પૂરું થશે તે