________________ અંધારી રાતે 26t પાંખો નષ્ટ થઈ. પાંખ કપાવાનું દુઃખ કેટલું વિષમ છે તે આપ બરાબર અનુભવી રહ્યા છે. આજ મારી પ્રિયાની બંને પાંખો કપાઈ ગઈ છે. આપ એનું રક્ષણ કરજે.” આટલું કહીને નળ ઘણું જ દર્દભર્યા હૈયે પત્નીને ત્યાગ કરીને વિદાય થયા. પણ સો એક કદમ જતાં જ તેના મનમાં એક સંદેશ આપીને જવું જોઈએ એમ થયું. તરત તે પાછો વળ્યો. દમયંતી પાસે આવીને તેણે એક ડાળખી શેધી કાઢી અને એમાંથી લખી શકાય એવી પાતળી તીરખી ચૂંટી કાઢી. ત્યાર પછી પિતાની તલવાર વડે પિતાના સાથળમાં ઘા કર્યો અને પ્રિયતમાની સાડીના છેડા પર પોતાના જ રક્ત વડે સંદેશ લખો શરૂ કર્યો ગાઢ અંધકાર હતો. પરંતુ નળ અનુમાનથી લખી રહ્યો હતો. વળી, એનાં નયને પણ અંધકારથી ટેવાઈ ગયાં હતાં. ગગનમાં ચંદ્ર ખીલ્યો હોવાથી આછો પ્રકાશ પણ વેરાઈ રહ્યો હતો. નળે પિતાના રક્ત વડે પત્નીના પાલવના એક છે. નીચે મુજબ સંદેશ લખ્યો. ‘પ્રિયે, તારું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. પરંતુ તને સાથે રાખીને તારા પર વિપત્તિનાં વાંદળને ઊમટતાં જેવાં એ મારે માટે અસહ્ય છે. શુભે, મેં જે અવિચાર કર્યો છે તે ભારે દુઃખદાયક છે. હું શ્વસુરગૃહે મારું મોઢું બતાવવા અસમર્થ છું, તેથી હું મારું 'ભાગ્ય મને જ્યાં લઈ જશે ત્યાં જઈ રહ્યો છું. થોડે દૂર એક વટવૃક્ષ છે, એની બાજુમાંથી જે રસ્તો જાય છે. તે કુંડનપુરને માર્ગ છે. અને આ તરફ પલાસ વૃક્ષની બાજુમાંથી જે માગ જાય છે. તે નિષધા નગરી તરફ જાય છે. તું ગમે ત્યાં જજે અને મૌર્ય પૂર્વક મારા ભાગ્ય પરિવર્તનની રાહ જોજે. પ્રેમમૂતિ દમયંતી, હું તારે સર્વથા ત્યાગ કરું છું એમ માનીશ નહિ. કેવળ તારી પુષ્પ જેવી કાયાને કરમાવું ન પડે અને હું મારું કર્તવ્ય બજાવી શકું એ એક જ ભાવનાએ સાથે રાખીને જે અસમર્થ છે