________________ અજગરના મુખમાં ! 287 અને ત્યાર પછી સ્નાન કરીને સરોવર કિનારે જ નિત્યકમ ઉપાસના કરવા બેસી ગઈ. આરાધના એ એક મહાન બળ છે. વિપત્તિકાળે ધર્મ સિવાય કઈ રક્ષા કરવા આગળ આવતું નથી...જે માનવીએ ધર્મની આરાધના જાળવી રાખી હેય તે આરાધના પતાવીને તેણે સુકાઈ ગયેલાં વસ્ત્રો પુનઃ ધારણ કર્યા અને ઉત્તરીય ખભે રાખ્યું...ત્યાર પછી સરોવર સામે જોઈને તે બેલીઃ “હે વરુણદેવ, હું આપની સાક્ષીએ નિશ્ચય કરું છું કે જ્યાં સુધી મારા સ્વામી નળનું હું દર્શન નહિ પામી શકું ત્યાં સુધી પુપમાળા, ચંદનનું વિલેપન, કપૂરને અંગરાગ, અલંકાર, દૂધ, દહીં, ઘી અને સાકર વગેરે માંગલિક વસ્તુઓને હું ત્યાગ કરું છું...” દમયંતીનો આ નિશ્ચય સાંભળીને હર્ષ પામતે કળિ સાવ તેજહીન અને બળહીન બની ગયો. ત્યાર પછી દમયંતી સ્વામીના આદેશનું પાલન કરવા પુનઃ પોતે જ્યાં સૂતી હતી ત્યાં આવી અને ત્યાંથી વડલા પાસે ગઈ...તેણે કુંડિનપુર તરફ જતો એક માર્ગ છે. નિશ્ચિત હવે તે હિનપુરના માર્ગે ચાલવા માંડી. સરોવર તટ પાસેના વન પ્રદેશમાં જ્યાં દમયંતી અને નળ પની શય્યા કરીને સૂતાં હતાં ત્યાં નળની તલવાર પાંદડાંઓની નીચે જ પડી રહી હતી. કુલિનપુરના માર્ગે જઈ રહેલી દમયંતી નિર્ભિકતાપૂર્વક ચાલવા માંડી. તેની સામે પતિએ ત્યાગ કર્યાનું દર્દ હતું. પતિના આદેશરૂપી રકકતના અક્ષરો પણ હતા. જે અક્ષરમાં પતિને પ્રેમ હતું, પતિની આશા હતી, પતિની ભાવના હતી. માગ પણ એવો હતો કે, બહુ વ્યવહારમાં નહોતો આવતો... એથી માત્ર નિજન હતો એમ નહતું.. અવ્યવસ્થિત અને જાળાં