________________ 288 નિષધપતિ ઝાખરવાળો પણ હતો. ચાલતા ચાલતાં દમયંતીએ બીજા એક વનમાં પ્રવેશ કર્યો. દૂર દૂર વિંધ્ય પર્વતની હારમાળા દેખાતી હતી. મધ્યાહન કાળ વીતી ગયો. દમયંતી થાકીને લેથ થઈ ગઈ. તેણે. વિચાર્યું, કોઈ સ્વચ્છ સ્થળ મળે તો ઘડીક વિશ્રામ લઉં... અને થોડે દૂર ચાલતાં જ એક ડુંગરની તળેટી દેખણી.. સ્થળ સ્વચ્છ હતું. માર્ગ પણ બાજુમાંથી જ પસાર થતો હતો. આથી દમયંતીએ એક સ્વચ્છ સ્થળે વૃક્ષ નીચે વિસામો લેવાનું મનથી નક્કી કર્યું અને તે વૃક્ષ નીચે ગઈ. એક વાર ચારે તરફ દ્રષ્ટિ કરી. જાણે સમગ્ર વન અનશન્ય દેખાતું હતું..વનમાં પશુ પંખીઓ ટોળે વળેલાં નજરે ચડતાં હતાં. પણ હિંસક પ્રાણીઓ દિવસના ભાગમાં ક્યાંથી આવે? વળી, ભય કરતાં ભયની કલ્પના જ દુઃખદાયક હેય છે. સાચે ભય પ્રત્યક્ષ ઊભો થાય ત્યારે માનવીમાં બળ અને સાહસ પ્રગટે ખરાં. દમયંતી ધર્યપૂર્વક તે સ્વચ્છ સ્થળે આડે. પડખે થઈ. ચાલી ચાલીને અને સ્વામીની ચિંતા વડે તે ખૂબ જ થાકી ગઈ હતી. એ સિવાય તેને કમળ ચરણપંકજ કંટકે વડે વિંધાઈ ગયા હતા. થોડી જ વારમાં દમયંતી નિદ્રાધીન બની ગઈ...નિદ્રામાં માનવીને આસપાસની કોઈ કલ્પને રહેતી નથી. કારણ કે દેહ, મન અને સ્મૃતિ સઘળું સ્થિર બની જતું હોય છે. દમયંતીને એ કલ્પના નહોતી કે બસ કદમ દૂર ઊભેલા એક વૃક્ષ નીચે એક વિશાળકાય અજગર પડયો છે. સામાન્ય અજગર નહિ. ભયંકર અને હિંગ અજગર ! મધ્યાહ્નકાળ વીતી ગયા હતે...દમયંતીની કલ્પના એવી હતી કે બેએક ઘટિકાને વિસામે લઈને આગળ વધવું. અને સાંજ પડે ત્યારે કઈ જળાશય પાસે રાત્ર વ્યતીત કરવી પણ બેને બદલે છઘટિક