________________ 286 નિષધપતિ તેણે પોતાના કપાયેલા ઉત્તરીય તરફ પણ નજર નહોતી કરી. સ્વામી ક્યાં ગયા હશે ! અથવા કઈ વિપત્તિમાં ફસાયા હશે ? એ એક જ સવાલ તેના હૈયામાં ઘોળાઈ રહ્યો હતે. ચાલતાં ચાલતાં તેના કેમળ ચરણમાં કંટકો ચૂસી જતા અને લેહીની ટશરો ફૂટતી.છતાં જેમ મયુરનું ધ્યાન ઘનઘેર ગગન પ્રત્યે હેય છે તેમ દમયંતીનું સમગ્ર ધ્યાન સ્વામીની ચિંતામાં જ પર વાયું હતું. આંખમાં આંસુ ચાલ્યાં જતાં હતાં. વનપ્રદેશ સાવ નિર્જન હતે..કોઈ માનવી દેખાતે નહે...કેને પૂછવું ? ખુબ દૂર નીકળી ગયા પછી દમયંતીએ ઉત્તરીયના પાલવ વડે આંસુ લૂછયાં. એ જ વખતે તેની નજર છેડા પર લખેલા લોહીના અક્ષર પર ગઈ...તે ચમકી... અક્ષરે ચેખા હતા. છતાં જરા વક હતા. તેણે સ્વામીને આદેશ વાંચ્યો તે સમજી ગઈ કે સ્વામીના હૃદયમાં અનુરાગ તે એ ને એ જ છે..કેવળ મને સંકટ ન પડે એટલા ખાતર તેઓએ આવું ગંભીર સાહસ ખેડી નાખ્યું છે. તે મનથી બોલી : “હે પ્રિયતમ, શું આપ આપની પ્રિયતમાને સાથે રાખવા શકિતમાન નહતા? વૃષભને પિતાનાં શૃંગ અને હાથીને પોતાના તુશળ કદી ભારે પડતા નથી...તો આપને હું કેમ ભારે પડી ?' - દમયંતી પતિના સંદેશથી કંઈક નિશ્ચિત બની શકી...તેણે આસપાસ નજર કરી...ઓહ, હજી પતે શું સરોવરની આસપાસ - જ ઘૂમી રહી છે? એમ જ હતું... દમયંતી સ્વામીને શોધતી સરોવર ફરતી ઝાડીમાં જ ભમી રહી હતી. તે પુનઃ સરોવર કિનારે આવી તેણે સ્નાન કરવાનો વિચાર કર્યો. એ જ વખતે તે જોઈ શકી કે ઉત્તરીય કાપીને સ્વામી ચાલ્યા ગયા છે. કંચુકીબંધ અને કમર પટક ધેવા તેણે ઉત્તરીય વીંટી લીધું