________________ 284 નિષધપતિ માંડયું. સતી દમયંતી પતિએ આપેલા આશ્વાસનથી અન્ય કોઈ પ્રકારને સંશય નહતી કરી શકતી. છતાં તેના મનમાં થયું...મારા સ્વામી અતિશય સુંદર, સશકત અને રૂપવાન છે. એમને જોઈને કોઈ વ્યંતરી અથવા તે કોઈ વિદ્યાધર સુંદરી મુગ્ધ બનીને મંત્ર બળ વડે અપહરણ તો નહિ કરી ગઈ હોય ને ? અથવા મારા સ્વામી પર કોઈ અણધારી વિપત્તિ તે નહિ આવી પડી હેય ને ? જો એમ ન હોય તે તેઓ મને આ સ્થિતિમાં મૂકીને કયાંય જાય નહિ. અથવા મને આવા દુઃખ વચ્ચે મૂકે નહિ. નિરાંતની નિદ્રામાં ભાનભૂલેલી હું ખરેખર ધિક્કારને પાત્ર છું.. શ્રેષ્ઠ પતિની પત્ની હવા આજ હું અનાથ જેવી બની ગઈ છું..શરણ વગરની થઈ ગઈ છું ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકાય એવા સ્વામી રૂપી ધનને મેં પ્રમાદના કારણે ગુમાવી દીધું લાગે છે! આશા વગરની બની ગયેલી હું આવા ગાઢ વનમાં કેવી રીતે જીવી શકીશ ? દર્ભના અગ્રભાગ પર રહેલા જળબિંદુ માફક જ આશાનું અવલંબન ધારીને પ્રાણીઓનું જીવન ટકી રહેતું હોય છે... આશા ન હોય તે જીવન અને મૃત્યુમાં કઈ ભેદ ન રહે. સ્વામીના સાથથી આ ભયાનક વન મારા માટે રાજ પ્રાસાદ સમું બની ગયું હતું. એ ! જ વન આજે મારા સ્વપ્નની રાખ સમું ભયાનક બની ગયું છે! ઓહ, પુણ્ય બળે ઉત્તમ સ્વામી પામી, અમદેષ કઈ વાદળી આવી ચડતાં સ્વામી બધું છોડીને ચાલ્યા ગયા... પરંતુ હું તેમને ફરી વાર પામી.. જાણે એક જ ભવમાં એ જ સ્વામીને મેં બે વાર મેળવ્યા ! પણ કર્મરાજાની શક્તિ હોઈ કલ્પી શકતું નથી. પર્વતમાળાઓથી ઘેરાયેલા આ ગાઢ વનમાં હું કેવી રીતે જીવી શકીશ? હે નાથ, તમે જ્યાં છો? બેલે....બોલ..મને ઉત્તર આપ.કચકણ જેવા સમર્થ રાક્ષસને હણનારા એવા આપને શત્રુ કેણ હશે? હે મારા રક્ષક, - જયાં હો ત્યાંથી આવો. આપના વગર હું કરી રીતે જીવી શકીશ?