________________ જુવાનની આંખ ફરી ! તીવ્ર ન હોવા છતાં તેણે ભીલ જુવાન સામે જોયું...જુવાનની આંખમાં વિકારનું વિષ ઊપસી આવ્યું હતું. દમયંતીએ આવાં વેણ સાંભળીને ન દેધ કર્યો કે ન કંઈ જવાબ આપ્યો. તેના મનમાં માત્ર એ જ વિચાર આવવા માંડે. અરેરે, હું મહારાજા નળની પત્ની, રાજા વીરસેનની પુત્રવધૂ, રાજકુમાર દમનની બહેન, મહારાજા ભીમની પુત્રી છું. પણ શું કરું? જે મારો પરિચય આપીશ તે પણ કામથી પાગલ બનેલે આ જુવાન વિકારથી પાછો નહિ વળે.. કારણ કે કામરૂપી વાયુ દીપકને બૂઝવી નાખે છે. તેમ વિવેકને પણ નષ્ટ કરી નાખે છે. કામી પુરુષનું હૃદય નિલ જજ હોય છે, તેને અપમાનમાં પણ આનંદ દેખાય છે. આલોક કે પરલકનો કોઈ ભય તેને સ્પર્શ નથી કામાંધ બનેલા પુરુષની પ્રકૃતિ જ આવી હોય છે ! જેણે મને મોતના મુખમાંથી બચાવી છે તે આ ભીલ જુવાનને મારે કઈ રીતે સમજાવવો? ઓહ, આ કરતાં હું અજગરના ઉદરાગ્નિમાં ભસ્મ થઈ ગઈ હોત તો સારું હતું.. મારો એવો કર્યો કર્મવિપાક હશે કે હું આવું નિષ્કુર અને મહાકષ્ટમાં આવી પડી ? આ ભીલને હું ધર્મની વાત કરીશ તે પણ તેને હૈયે નહિ સ્પર્શ ...કારણ કે આ જાતિ પાપને ગણકારતી નથી... ભાનતી પણ નથી. એક તો આ જુવાને મારા પર ઉપકાર કર્યો છે.. પણ એને બદલો વાળી શકાય એવું કાંઈ મારી પાસે છે નહિ...મારે આને કઈ રીતે વારેવો? જે આ બિચારો ગરીબ નહિ સમજે અને મારા પર બળાત્કાર કરશે તો અવશ્ય મૃત્યુના મુખમાં જઈ પડશે અને મારે એમાં નિમિત્ત બનવું બનવું પડશે.” દમયંતીને વિચારમગ્ન જોઈને ભીલ જુવાન બેલ્યોઃ “રૂપરાણ, વિચાર કરવાનો સમય નથી. શરમ સંકેચની પણ કંઈ જરૂર નથી. હું એક મસ્ત જુવાન છું...તું એક ભરત રાજરાણું છે.. આજ