________________ જુવાનની આંખ ફરી ! જેવડું હતું. દમયંતી હજી ઝૂંપડીની બહાર જ ઊભી હતી. જુવાન ભીલે હાથમાંનું લાકડું એક ચળકતા પથ્થર પર થોડી વાર ઘસ્યું. માત્ર -બે પળમાં તે લાકડું સળગી ઊઠયું..અને અંધારી કુટિરમાં ક્ષીણ પ્રકાશ ફેલાઈ ગયો. તેણે આ બેયું એક માટીના ઠામમાં ભરાવીને કહ્યું: “અંદર આવે... અહીં દીવો બીવો તે નથી...પણ આ લાકડું આખી રાત ધીરે ધીરે સળગ્યા કરશે ને એનું અજવાળું પડયા કરશે.” દમયંતી કુટિરમાં ગઈ.. બે ચાર માટલાં પડ્યાં હતાં. એક તરફ જળ ભરેલા બે માટલાં હતાં. અને બીજી તરફ ખીંટીએ બાણનું ભાથું ને ધનુષ ટિંગાતાં હતાં.એક ખાટલે ઢાળે પડયો હતો..એના ઉપર ખાસ કંઈ પાગરણ નહતું...વકલ પાથયું હતું.' દમયંતીએ કહ્યું: " ભાઈ, હું અહીં પડી રહીશ...બીજે કંઈ દાખડો કરવાની જરૂર નથી.” એમાં દાખડો શેના? વિંધ્યવાસિની મા આજ મારા પર પ્રસન્ન થયાં છે...' એમ કહેતા જુવાનલ ઝુંપડી બહાર નીકળી ગયો. દમયંતી ઝૂંપડીમાં જોતી જોતી ખાટલા પર બેસી ગઈ. તેના મનમાં થયું, વનમાં વસનારે માનવી પણ કેટલી દયા જાળવી રાખે છે? પાપકર્મ કરતાં કરતાંયે પુણ્યનો છાંટો પડી ગયું હશે. નહિતર આવા વન વગડામાં મને કેણ બચાવત ? લગભગ અર્ધ ઘટિકા પછી એક ભારી જેટલાં કમળનાં પત્ર લઈને ભીલ જુવાન આવી પહોંચ્યો અને બોલ્યો : “જરા ઊભાં થાવ. હું બિછાવી દઉં.” દમયંતી ઊભી થતાં બોલીઃ “ભાઈ રહેવા દે. હું બિછાવી દઈશ.' ના ના...ના..આપના જેવાં કેમળ દેવીનું એ કામ નથી.”