________________ અજગરના મુખમાં! ભીલ જવાને કહ્યું: “મારી સાથે ચાલો...નજીકમાં જ નદી છે. આમ કહીને દમયંતીને ટેકો આપીને તે નાની નાની નદી પાસે પહોંચી ગયો. ભીલ કુમારે દમયંતીના દેહને ચોટલાં રક્તમાંસ જળ વડે સ્વચ્છ કર્યા. ત્યાર પછી તેણે કહ્યું. “તમે અહીં બેસજે... હમણું જ આવું છું’ આમ કહીને તરત ચાલે ગયો. સૂર્યાસ્તને હજી બે ઘટિકાની વાર હતી...પરંતુ દમયંતીને થયું કે એક આખો યુગ પિતા પર પસાર થઈ ગયો લાગે છે. ભીલ જુવાન થોડાં ફળો લઈ આવ્યો. ભીલ જુવાનની નિષ્કામ ભક્તિને દમયંતીએ સત્કાર કર્યો દમયંતીના મનમાં થયું, જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ પિતે જ રક્ષણ કરે છે ! દમયંતીએ એક વાર પશ્ચિમ ગગન તરફ નજર કરી. ત્યાર પછી તેણે કેટલાંક ફળો ખાઈને તૃપ્તિ મેળવી આ વખતે ભીલ જુવાન પલાસનાં ચાર પાંચ પાન વડે દમયંતીને વાયુ ઢાળી રહ્યો હતો... દમયંતી ભીલની આવી સેવા જોઈને અતિ પ્રસન્ન બની ગઈ... પણ તેને એ ખબર નહોતી કે નવજવાન ભીલનાં નયને રૂ૫ અને, યૌવનની તૃષા છિપાવવા તલપી રહ્યાં છે ! પ્રકરણ 31 મું : : જુવાનની આંખ ફરી! કળાહાર કરીને દમયંતી ઊભી થઈ...હાથ મુખ ધોઈ તેણે પિતાનાં વસ્ત્રો સામે નજર કરી...કમરપટક ચારે તરફ ફાટી ગયો હતે..કંચુકીબંધ પણ શિથિલ બની ગયો હતો અને ઉતરોય તે સાવ ચિરાઈ ગયું હતું.