________________ 290 નિષધપતિ બેલતાં બોલતાં દમયંતી કંઈક ઉચ્ચ સ્વરે બોલી ઊઠી, “ધર્મનું શરણ મને પ્રાપ્ત થાઓ !..." આમ કહી તેણે નેત્રો બંધ કર્યા અને મનમાં નવકાર મંત્રનું સમરણ શરૂ કર્યું. પરંતુ દમયંતીને છેલ્લા શબ્દો એક નવજવાન ભીલ, કે જે હરણને શિકાર કરીને વૃક્ષના ઓથે બેઠા હતા તેના કાન પર અથડાયા. તે ચમકીને ઊભો થયે વનમાં રહેતાં પ્રાણીઓની દ્રષ્ટિ તીવ્ર હોય છે. થોડી જ વારમાં તે જોઈ શક્યો કે એક અજગરના મુખમાં સોનાની કઈ પૂતળી સમી અતિ સુંદર સ્ત્રી સપડાઈ ગઈ છે અને છેક છાતી સુધી મુખમાં ઊતરી ગઈ છે. એક પળને યે વિલંબ કર્યા વગર જુવાન ભીલ હાથમાં પિતાને ફરસે લઈને દો ... જ્યારે તે અજગર પાસે પહોંચ્યો ત્યારે દમયંતી છેક ગળા સુધી અજગરના મુખરૂપી ગુફામાં ઊતરી ગઈ હતી. વનમાં રહેતા આ ભીલ વનનાં હિંસક પ્રાણીઓનાં મમસ્થાન કયાં હોય તે જાણતો હતો તેને એ પણ ખબર હતી કે આજ. ગરની તાકાત એના પૃચ્છ ભાગમાં જ હોય છે. આમ વિચારી ભીલ જુવાને પિતાની ફરસીને એક ફટકો અજગરના પૂછ પ્રદેશના નિશ્ચિત ભાગ પર લગાવ્યું. અને અજગરની તાકાત ખતમ થઈ ગઈ...એક ગાલિયું ખાઈને અજગર ઢળી પડયો. નવજવાન ભલે પળને યે વિલંબ કર્યા વગર કેડમાં ભરાવેલી છરી ખેંચી કાઢી અને સંભાળપૂર્વક અજગરની કાયા ચીરવા માંડી. બહારથી શ્યામ દેખાતો અજગર અંદર ઘેરે લાલ હતો. થેડી જ પળાના પ્રયત્ન પછી ભીલ કુમારે દમયંતીને જરાયે ઈજા ન થાય તે રીતે બહાર કાઢી લીધી. નવકાર મંત્રના ધ્યાનમાં મગ્ન બનેલી દમયંતીને આશ્ચર્ય થયું. તેણે નેત્રો ખેલ્યાંજેયું, એક જુવાન ભીલ ટેકો આપીને ઊભો છે અને અજગર બે ફાડિયાં બનીને પડે છે. લોહી, માંસ અને મળને ઢગલે ભારે બિહામણો લાગે છે.