________________ ર૦ર નષધપતિ ભીલ જુવાને વિનમ્ર સ્વરે કહ્યું “આપ કોણ છે તે હું કલ્પી શકું છું..આપ કે ઈ રાજરાણું લાગો છો..ગમે તે કારણે આ ગાઢ. વનમાં ભૂલા પડી ગયાં હશે. પરંતુ વિંધ્યવાસિની માની કૃપાથી આપ મૃત્યુના મુખમાંથી બચી શકાય છે. જે આપને હરકત ન હોય તે સામેની ટેકરી પાસે જ મારી કુટિર છે. તેમાં નિરાંતે આરામ કરો.” નિષ્પાપ હૃદયના માણસો અન્યના અંતરનાં પાપને ભાગ્યે જ ક૯પી શકે છે. પિતાને જીવતદાન આપનારા આ ભીલ નવજવાનની ભાવનાને અનાદર કરવો તે દમયંતીને ઉચિત ન લાગ્યું વળી, સૂર્યાસ્તા. થઈ ગયો હતો...રાત્રિ કાળે આવા વનપ્રદેશમાં પ્રવાસ ખેડે તે યોગ્ય નહેતું. દમયંતીએ ભીલ જુવાન સામે જોઈને કહ્યું : “ભાઈ, તેં આજ મારા પર મેટો ઉપકાર કર્યો છેતારી ઝૂંપડી કેટલી દૂર છે?' સામેની ટેકરી પાસે જ છે. ત્યાં એક સુંદર નાનું સરોવર છે.એ સરોવરમાં કમળનું વન છે. હું આપના આરામ માટે કમળપત્રોની શગ્યા બનાવી દઈશ..” ભીલે કહ્યું. દમયંતી તેની સાથે ટેકરી તરફ ગઈ. સ્થળ ઘણું મજાનું હતું. એક નાનું સરેવર હતું....કમળથી ભરેલું. પરંતુ અંધકારના કારણે સરોવરની સુંદરતાને ખ્યાલ આવી શકતે નહે. તેની સામે જ એક સ્વચ્છ જગ્યાએ નાની કુટિર હતી. કુટિર ફરતી કાંટાની વાડ હતી. એ આખી વાડ વિવિધ વેલીઓ વડે, શેભી રહી હતી... અંદર જવા માટે કાંટાને એક જ ઝાંપે હતો.. જુવાન ભીલે કાંટાનો ઝપ ખોલતાં કહ્યું “અંદર આવો.” ભીલની પાછળ પાછળ અંદર દાખલ થતો દમયંતીએ ચારે તરફ જોઈને કહ્યું: “ભાઈ, તારો કેઈ પરિવાર અહી નથી રહેતો? પરિવારમાં કોઈ નથી. હું એકલે જ છું.' કહી તે ઝૂંપડીમાં દાખલ થયો....એક ખૂણામાં પડેલું કઈ ખાસ વનસ્પતિનું એક લાકડું તેણે ઉઠાવ્યું....લાકડું બહુ મોટું નહતું...માંડ દોઢેક હાથ