________________ અજગરના મુખમાં! 89 પસાર થઈ ગઈ. નિદ્રા ગાઢ બની ગઈ હતી. સમય, સંગ, પરિસ્થિતિ અને સ્થળનું પણ ભાન રહ્યું નહોતું. વિરાટકાય અજગર ધીરે ધીરે દમયંતી પાસે આવી પહોંચ્યો હતું. તેનું મન ભારે હર્ષિત બન્યું હતું...આ ખેરાક ઘણા સમયે તેની આંખ સામે ચડયો હતો...તે દમયંતીનાં બંને ચરણ પાસે પહોંચ્યો તેણે પોતાનું નાની ગુફા જેવું મેટું પહેલું કર્યું..અને... ભરનિદ્રામાં પોઢેલી, હૈયામાં કેવળ પિતાના પતિની સ્મૃતિને સાચવી રહેલી દમયંતીનાં બંને ચરણ અજગરે પિતાના મુખમાં લઈ લીધાં.. જીભ સુંવાળી, મુખ સુંવાળું...અને અજગરના શ્વાસની પ્રક્રિયા પણ સુંવાળી..થોડી જ પળોમાં દમયંતીનો દેહ કટિભાગ સુધી અજગરના મુખમાં ચાલ્યો ગયો. અને દમયંતી ચમકી...તેણે આંખો બેલી... અરે, આ શું? આ વિરાટ અજગર...અરે, પિતાની કાયાને અધ ભાગ તો એના મુખમાં ચાલ્યો ગયો છે. અજગરના મુખમાંથી છૂટવાને તેણે પ્રયત્ન કરવા માંડયો પરંતુ જેમ કાદવમાં ખૂંચેલી હાથણું ગમે તેટલું બળ કરે છતાં ઊડી ને ઊંડી ખૂચતી જાય છે તેમ દમયંતી અજગરના મુખમાં વધુને વધુ, છેક નાભિ સુધી ચાલી ગઈ. હવે શું કરવું? આ તે નિશ્ચિત મૃત્યુ છે...આવા નિજન સ્થળમાં કાણુ બચાવે ? કેને બૂમ મારવી?ના...ના. ના... જ્યારે મૃત્યુ સામે આવીને ઊભું હોય ત્યારે વધુમાં વધુ સ્વસ્થ રહેવું જોઈએ અને ધર્મનું શરણું ગ્રહણ કરવું જોઈએ આમ વિચારી દમયંતી મધુર સ્વરે બોલી ઊઠી “મારાં કઈ પૂર્વજન્મના પાપનું આ પ્રત્યક્ષ પરિણામ છે... મૃત્યુ નિશ્ચિત છે. મારી તમામ નબળાઈઓ દૂર થાઓ !મને ધર્મનું શરણું મળે મને મોતને ભય નથી. મેત પ્રત્યેક પ્રાણીના લલાટે અંકિત થયેલું જ છે. પરંતુ મારું મૃત્યુ ન બગડે એટલા ખાતર મને _અરિહંતનું શરણ હે ! સિદ્ધ ભગવંતનું શરણું હે ! આચાર્ય ભગવંતનું શરણ હે! ધર્મનું શરણ હો !" 19