________________ અજગરના મુખમાં ! 285 હે રાજવીરસેનના નંદન, હે નિષધપતિ, આ ગાઢ વનમાં મારું મૃત્યુ નિશ્ચિત છે. પણ મારી એક ભાવના છે , ભવોભવ આપ જ મારા પતિ બનજો. આ રીતે વિલાપ કરતાં કરતાં દમયંતી મૂર્શિત બનીને નીચે ઢળી પડી. તેની આંખમાંથી આવેલાં આંસુ તેના સુકુમાર વદન પર જાણે ચળકી રહ્યાં હતાં. દમયંતીનું આ દર્દ જોઈને જાણે સમગ્ર વન રુદન કરી રહ્યું હેય એવું ગમગીન વાતાવરણ સરજાઈ ગયું હતું...થડી પળે પહેલાં ઉદય થયેલો સૂર્ય પણ જાણે સાવ નિપ્રભ બની ગયો હતો. દૂર દૂરની પર્વતમાળાઓ જાણે ચોધાર અમૃઓ બિછાવી રહી હતી. પશુ પંખીઓ પણ દિમૂઢ બની ગયાં હતાં...અને કેટલાંક હરણાંઓ તો દૂરથી દમયંતી પ્રત્યે અતિ કરુણ નજરે જોઈ રહ્યાં હતાં. સવરને સ્પર્શને આવતો વાયુ અતિ સુખદ હોવા છતાં જાણે દાહક બની ગયો હતો... અને મકરંદથી ગુંજતાં કમળ જાણે દમયંતી સામે જોઈને કહેતાં હતાં, “હે પ્રિયદર્શિની, સુંદરી, તું કમળ જેવાં તારાં નયને ખોલ...જે પુરુષના હદયમાં સ્ત્રી હત્યા પ્રત્યે પણ ધૃણું નથી. તેના ખાતર તું આટલે ખેદ શા માટે કરી રહી છે ? ઊભી થા.. ઊભી થા...અને તારા પિતાના ભવન તરફ વિદાય થા.” લગભગ એક ઘટિકા પછી દમયંતીની મૂછ વળી તે બહાવરી નજરે ચારે તરફ જોતી બેઠી થઈ..પુનઃ સરોવર કિનારે આવી. મોઢા પર પાણુ છાંટીને તે પિતાના સ્વામીને શેધવા નીકળી પડી. કલિ દમયંતીની પાસેથી નળને દૂર કરવામાં અવશ્ય કામયાબ બની શક હતો. પરંતુ દમયંતીના હૃદયમાંથી તેને દૂર કરવા કેઈ શક્તિ સમર્થ નહોતી. પતિને શોધવા દમયંતી વનપ્રદેશમાં ચાલવા માંડી...વારંવાર હે રવામી, હે સ્વામી એમ બોલતી તે આગળ વધી રહી હતી. હજી