________________ અજગરના મુખમાં ! નથી ? આ પ્રશ્ન જાગતાં જ દમયંતીએ ચારે તરફ જોયું... પરંતુ નળ. દેખાયો નહિ. અરે, આ શું બની ગયું ? સ્વામી કયાં ગયા? શું વહેલા જાગૃત થઈને આટલામાં કંઈ લેવા ગયા હશે? અથવા સરોવરના. કિનારે ગયા હશે? આવા પ્રશ્નો હૈયામાં ઊભા થયા અને કંઈક ભયભીત બનેલી દમયંતી તત્કાળ પર્ણની શય્યામાંથી ઊભી થઈ ગઈ. નળની તલવાર ત્યાં જ પડી હતી. પરંતુ દમયંતીનું ધ્યાન તે તરફ નહેતું ગયું. તે ચારે તરફ જવા માંડી. પ્રાત:કાળને સુખદ સમીર વાઈ રહ્યો હતો અને પ્રાતકાળનો મધુર પ્રકાશ પણ ધીરે ધીરે વ્યાપ્ત બની રહ્યો હતો થોડી પળો સુધી દમયંતી જણે અનાથ. બની ગઈ હોય એવા ભાવ વચ્ચે કંઈક ભયગ્રસ્ત બનીને ઊભી રહી. પરંતુ વળતી જ પળે પૈયનું બળ સંચિત કરીને સરોવરના કિનારે ગઈ... ત્યાં ચારે તરફ જોયું...સરોવરના પટ પર પણ નજર કરી.. કયાંય સ્વામી દેખાયા નહિ. દમયંતી પુનઃ શાસ્થાને આવી અને આસપાસની ઝાડીમાં જોવા માંડી પરંતુ નળ કયાંય ન દેખાય. તેના મનમાં થયું, સંભવ છે કે આવી સ્થિતિમાં મને નિરાંતે સૂતેલી! જોઈને તેઓને પરિહાસ કરવાનું મન થયું હોય અને કઈ વૃક્ષની ઓથે છુપાઈ ગયા હોય ! આવો વિચાર આવતા જ તે મધુર છતાં કંઈક ઉચ્ચ સ્વરે બોલી : “આર્યપુત્ર, આર્યપુત્ર, આવી પરિસ્થિતીમાં આપને પરિહાસ કરવાની વૃત્તિ થઈ એ મને આશ્ચર્ય લાગે છે !' પણ આપ મારી દ્રષ્ટિથી છૂપા નહિ રહી શકે...હા...જેવાઈ ગયા, નજરે ચડી ગયા... હવે છૂપાઈ રહેવાનો મિથ્યા પ્રયત્ન કરશો નહિ !' દમયંતી ચારે તરફ જોતી જતી આ પ્રમાણે બેલવા માંડી... પરંતુ નળનાં દર્શન ન થયાં... જ્યાંથી થાય? નળ તે આ સમયે વિનિતા નગરીના સરોવર તટે પહોંચી ગયો હતો. વારંવાર આ પ્રમાણે બોલવા છતાં નળને સચર સરખોયે ન. દેખાય એટલે તેનું ચિત્ત ભારે વ્યાકુળ બની ગયું.. હદય કંપવા.