________________ -નળનો સત્કાર ! 281 દમયંતીનું શું થયું હશે એ પ્રશ્ન તેના પ્રાણને વધી રહ્યો હતો. મહારાજાએ નળના સારથિને એક આસન પર બેઠક આપતાં કહ્યું, “તારું શુભ નામ?” કુબજા !' ઓહ ભઈ, આજથી તું મારો મિત્ર છે...આ નગરીમાં જ તને રહેવા માટે એક મહેલ આપીશ અને આજે જ હું મારા મિત્રની શેધ માટે ચારે દિશાએ મારા સૈનિકોને રવાના કરીશ.” મહારાજા આમ નળ અણધારી રીતે યોગ્ય સ્થાને આવી ગયે..પરંતુ તેની પાછળ પડેલા કલિનું હૃદય ભારે દુ:ખી થયું. જેમ કે કામાસક્ત પત્નીના વિયોગથી કામજવરમાં તરફડતો હોય છે, તેમ કવિ પિતાની મનોવેદનામાં બળવા માંડયો. પ્રકરણ 30 મું : : અજગરના મુખમાં ! આ તરફ સરોવરની પાળ પાસે જે રાતે નળે પિતાની પ્રિયતમાને ત્યાગ કર્યો હતો તે દમયંતી ખૂબ જ પ્રમ-ન હૃદયે નિદ્રાધીન બની ગઈ હતી. એક તો વન પ્રદેશમાં ચાલવાના કારણે શ્રમ પડ હતો અને કેમંલાંગિની નારી દમયંતી શ્રમને પણ ગણકારે તેવી નહતી...પરંતુ સ્વામીએ કહેલી અભયવાથી તે ખૂબ જ આશ્વસ્ત બની હતી અને જ્યારે માનસિક ચિંતા હળવી બને છે ત્યારે માનવીને નિદ્રા પણ સરળ થઈ પડે છે. મધરાત વીતી ગઈ...રાત્રિના ચતુર્થ પ્રહરને પ્રારંભ થયો... છતાં મુઠ્ઠીમાં પકડી રાખેલા ઉત્તરીયના છેડાને એમ ને એમ રાખીને દમયંતી સુખભરી નિદ્રા માણી રહી હતી. જે નારીને સ્વામી મહા