________________ 280 નિષધપતિ વચ્ચે જ મહારાજ ઋતુપણે કહ્યું: “શું આ સત્ય છે?” હા કૃપાનાથ, આ વાત કોઈ ન માને એવી હેવા છતાં એક સત્ય છે. કુવરરાજે સિંહાસન પ્રાપ્ત કર્યું.ધન ભંડારે, રત્ન ભંડારો, વગેરે પર કબજો મેળવ્યા અને મહારાજા નળ તે વળતે જ દિવસે નિષધા નગરીને ત્યાગ કરીને ચાલ્યા જવાના હતા...જતાં કવરે તેમને નિષધ દેશને ત્યાગ કરવાની સુચના આપી અને વળતે જ દિવસે મહારાજા નળ માત્ર પહેયે કપડે જનતાનાં આંસુ ઝીલતા ઝીલતા ચાલ્યા ગયા. તેમનાં પ્રિય ધર્મપત્ની દેવી દમયંતી પણ તેમની પાછળ વિલય થયાં. મહારાજા નળે કે મહાદેવી દમયંતીએ એક પણ વસ્તુ સાથે રાખી નહિ કે કાઈ દાસ દાસી કે મિત્રોને પણ સાથે લીધાં નહિ. આથી એમના પ્રિય સાથીઓએ પણ નિષધા નગરીને ત્યાગ કર્યો. હું મહારાજા નળને પ્રિય સારથિ છું. નળ વગરની નગરીમાં રહેવું એ ભારે દુઃખદાયક જણાવાથી હું પણ નિષધાને ત્યાગ કરીને ચાલી નીકળ્યો છું. કૃપાનાથ, આપનાં દર્શનની આશાએ જ મેં આજ સવારે વિનિતા નગરીમાં પ્રવેશ કર્યો હતો. અને આપના પદહસ્તીને ભારે મુકાબલે કરવો પડયો. એક રીતે હું આ પ્રસંગને મારા દ્ભાગ્યને પ્રસંગ માનું છું...કારણ કે એથી આપનાં દર્શનનો લાભ મને તરત જ પ્રાપ્ત થઈ શકે.” પિતાના મિત્ર નળની આ હાલત જાણીને ઋતુપર્ણ ભારે દુઃખી થયો. તેણે મિત્ર પર પડેલાં સંકટને પિતાનું માન્યું અને એ જ વખતે ત્રણ દિવસ પર્વત ગીત, નૃત્ય અને વાજિંત્રોનાં વાદન ન કરવાની આજ્ઞા કરી. ત્યાર પછી નળના અંગત સારથિએ દર્શાવેલા બાહુબળને એક એક ગામને એક તાલુકો બક્ષિસ કરી પુરસ્કૃત કર્યું. નળ એક નાનો રાજન બની ગયો.એકસ એક ગામ ધણી પરંતુ તેનું હૃદય ભારે વ્યથા ભોગવી રહ્યું હતું. પિતાની પ્રિયતમા