________________ ર૭૮ નિષધપત્રિ આ મહાપુરુષને લઈને રાજ્યસભામાં આવવાનું આપને જણાવ્યું છે.” “સારું..” કહી મહાપ્રતિહાર નળ સાથે રથમાં બેસી ગયો. અને સારથિને રાજસભાના ભવન તરફ રથ લઈ જવાની આજ્ઞા કરી. પાગલ બનેલા હાથીની વિગત જાણવા માટે લેકે ખૂબ જ આતુર બની ગયા હતા અને ટોળે વળી વળીને રાજસભા તરફ જઈ રહ્યા હતા, રાજસભામાં બેસનારા રાજપુરુષ, સભ્ય, સ્તુતિપાઠકો, વગેરે પિતા પોતાના વાહને હાર આવી ગયા હતા અને રાજસભા ફરતા. વિશાળ મેદાનમાં જક્તાનાં ટોળાંઓ પણ આવી ગયાં હતાં. મહાપ્રતિહારે કુબડા પુરુષને લઈને રાજસભાના પ્રાંગણમાં પિતાને રથ ઊભો રખાવ્ય, રથમાંથી બંને નીચે ઊતર્યા કે તરત લેઓએ કુબડાને જોઈને હર્ષવનિ કરવા માંડયો. નળે સર્વ તરફ બે હાથ જોડીને નમન કર્યા અને મહાપ્રતિહારની પાછળ તે રાજસભાના ભય ખંડમાં દાખલ થયો. રાજસભાના સભ્યોને બેસવાની આગલી હરોળમાં જ નળને આદર સહિત બેસાડ... એજ વખતે કેટલાક મંત્રીઓ સાથે મહારાજા ઋતુપણું આવી પહોંચ્યા. સમગ્ર રાજસભાએ ઊભા થઈ મહારાજાનો જયનાદ પિોકાર્યો, નળ પણ પિતાના આસન પરથી ઊભો થઈ ગયો હતો. મહારાજ સિંહાસન પર બિરાજમાન થાય એટલે સહુ પિતપિતાના સ્થાને બેસી ગયા અને મહામંત્રીએ રાજસભાનું કાર્ય શરૂ કરવાની આજ્ઞા કરી. યશગાથા શરૂ કરી, ત્યાર પછી રાજપુરોહિતને સ્વસ્તિ વાંચન કર્યું. બે ચારણેએ બિરદાવલી ગાઈ. આ પ્રારંભિક વિધિ પૂરી થતાં જ મહામત્રીએ ઊભા થઈ