________________ વાળને સત્કાર ! સૂચના કરી. ત્યાર પછી બધા મંત્રીઓ સાથે મહારાજા રાજસભામાં જવા વિદાય થયા. પાગલ બનેલા પટ્ટહસ્તીનું પાગલપણું નષ્ટ થઈ ગયું હતું... ગજશાળામાં પહોંચ્યા પછી બધા માતેએ આ કુબડા પુરુષને ઘણું જ આદર સહિત નીચે ઉતાર્યો અને પદ્ધહસ્તીને સુવર્ણની સાંકળ વડે બંધનગ્રસ્ત બનાવી તેની સામે ચાર મૂક્યો. હાથો પરથી નીચે ઊતરીને નળે થોડી પળો પર્યત હાથીને પ્રેમથી પસાર્યો અને કહ્યું " દોસ્ત, કઈ પ્રકારનો રોષ ન રાખીશ. જેમ મહાપુરુષો પિતાના ગુણને જાળવી રાખે છે તેમ મહાન ગજરાજે પણ પિતાના ગૌરવને સંભાળી રાખે છે.” આમ કહીને નળ લોકનાં અભિનંદન ઝીલતે ઝીલતો ગજશાળાની બહાર આવ્યા.એ જ વખતે મહારાજાના મહાપ્રતિહારને રથ આવી પહોંચ્યો. અને તેણે રથમાંથી નીચે ઊતરી નળ સામે જઈ વિનતિભર્યા સ્વરે કહ્યું : “વીર પુરુષ, મહારાજા આપને મળવા ઈચ્છે છે .. હું આપને આદર સહિત લેવા આવ્યો છું.” નળના મનમાં પિતાના મિત્ર ઋતુપર્ણની ઊપસી છબી આવી... પિતે પણ મિત્રને મળવા ઈચ્છતે જ હતો પરંતુ પિતાનું સ્વરૂપ ખુલ્લું કરવા નહોતો માગતો. સર્પરાજની કૃપાથી પ્રાપ્ત થયેલી કુરૂપતા અત્યારે તેને આશીર્વાદરૂપ થઈ પડી હતી. તેની ભેટમાં હજી પણ બિલ્વફળના આકારની બંને દાબડીઓ સચવાઈ રહી હતી. નળે મહાપ્રતિહારને કહ્યું : “હું ધન્ય બન્યા. મહારાજા કયાં બિરાજે છે?” તેઓ રાજભવનમાં જે આપની રાહ જોતા બેઠા છે...” કહી મહાપ્રતિહાર કુબડા પુરુષને રથ પાસે લઈ ગયો...બરાબર આ સમયે એક સેવા દોડતે આવી પહોંચ્યો અને મહાપ્રતિહારને કહ્યું. “કૃપાનાથે