________________ 276 નિષધપતિ અને જે કુબડા પુરુષે આપણા હાથીના મદને નાથ્યો છે તેને ઘણું જ પ્રાપ્ત કર્યા વગર મને ચેન નહિ પડે.” | મસ્તક નમાવીને મહાપ્રતિહાર તરત વિદાય થયો. રાજા ઝરૂખા. પાસેથી પોતાના બેઠક ખંડમાં ગયો. બેઠક ખંડમાં કેટલાક મંત્રીઓ આવી ગયા હતા. સહુએ મહારાજાને નમન કર્યા. મહારાજા જ્યારે આસન પર બેઠા ત્યારે એક મંત્રીએ કહ્યું : “કૃપાનાથ, આ તો ભારે આશ્ચર્ય કહેવાય. એક કુબડે માણસ આપણું ગજરાજને કોઈ પ્રકારના શસ્ત્ર વગર કાબૂમાં લાવે એ સામાન્ય ઘટના નથી..આપણા સેંકડો સુભદો હાથીને કાબૂમાં લેવા પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ કેઈ પિતાના પુરુષાર્થમાં સાર્થક થઈ શકયું નહિ.” મહારાજાએ મંત્રી સામે જોઈને કહ્યું: “પુરુષ કદરૂપ હોઈ શકે પણ કેઈનું ભુજબળ કદરૂપું ન હોય ! મને તે આ પુરુષ કેઈ પરદેશી જેવો લાગ્યો હતે....” “હા મહારાજ.આપ આજ્ઞા કરો તો એને પરિચય..” વચ્ચે જ ઋતુપણે કહ્યું, “મેં એને આદર સહિત અહીં બોલાવ્યા છે. તરત એક મંત્રીએ કહ્યું : “કૃપાનાથ, એ વીર પુરુષને રાજસભામાં જ બેલાવવો જોઈએ, લોકે પણ એને પરિચય જાણવા આતુર છે. વળી, આપ પુરસ્કારમાં એને જે કંઈ આપશે તે જાણીને લેકે પણ હર્ષિત થશે અને રાજસભાને સમય થઈ ગયો છે.” આ વાત બરાબર હતી. રાજસભાને સમય થઈ ગયો હતો. મહારાજાએ તરત એક સેવકને ગજશાળા તરફ રવાના કર્યો અને હાથીને કાબૂમાં લાવનાર પરદેશીને સીધા રાજસભામાં લાવવાનું