________________ નિષધપતિ સાવ બુદ્ધિને બેલ હશે. આમ સામે ચાલીને તને ભેટવા ડાહ્યા માણસ કદી ન જાય. હાથીએ બે એક આંચકા મારીને પિતાના પગ તરત છોડાવી નાખ્યા અને આંચકાના કારણે નળ પણ થોડે દૂર ઊડી પડે.. પરંતુ નળ તરત ઊભો થઈ ગયો અને દેડીને ઊછળ્યો. હાથીની પૂંઠ પર વજમુષ્ટિનો પ્રહાર કર્યો. પરંતુ હાથી ભારે ક્રોધમાં આવ્યો હત...તે તરત ચક્કર ફર્યો. અને નળ જે નીચે પડ્યો કે તરત સુંઢમાં ઉઠાવીને ઊંચે ઉછાળે. આ યુદ્ધ જોઈ રહેલા પ્રત્યેક માનવીના મુખમાંથી અરેરાટી નીકળી ગઈ. પરંતુ ઊંચે ઊછળે નળ નીચે ન પડતાં હાથીની પીઠ પર જ ખાબ...તે બરાબર સાવધ હતો. તેણે હાથીના મસ્તક પ્રદેશ પર હાથ વડે પ્રહાર કરવા માંડયા. નળને મસ્તક પરથી નીચે પટકવા માટે હાથીએ ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ નળ જળો માફ બરાબર વળગી રહ્યો હતો. અને શસ્ત્ર વગરનો નળ કેવળ હાથની મુઠ્ઠી અને કેણી વડે જ પ્રહારો કરી રહ્યો હતો. આ પ્રહાર અંકુશ કરતાં યે ભારે ખતરનાક હેવાને હાથીને 2 નુભવ થયો...એકાદ ઘટિકામાં હાથીને મદ ઊતરી ગયો. હાથી નરમ ઘેંસ જેવો જડ બની ગયો... સાવ શાંત થઈ ગયો. આ દ્રશ્ય જોઈને લેકે કુબડાને ધન્યવાદ આપવા માંડ્યા...હાથના એક માવતે આવીને નળને અંકુશ આપ્યું. અંકુશ વડે કાબૂમાં રાખીને નળ વિરાટ ગજરાજને ગજશાળા તરફ લઈ ગયો. માવત વીસ ગજ આગળ રહીને રસ્તો ચીંધી રહ્યા હતા...લેકે હજી પણ ભયના કારણે નજીક આવી શકતા ન હતા. કોઈ કહેતું...છે તે સાવ કુબડે પણ ભારે બળુકે!” કઈ કહેતુઃ 'જરૂર, આ કોઈ મોટા રાજ્યને હસ્તીપાલ હે જોઈએ.”