________________ નળને સત્કાર ! 273 આ જોઈને લોકોએ હાહાકાર મચાવી મુકો. પદ્ધહસ્તીની ગતિ ઉતાવળી હતી...નળ પણ સાવધ હતે.. પદહસ્તીનું રૌદ્રરૂપ જેવા છતાં નળ જરાયે ભયભીત ન થયો. તેણે હાથીની સૂંઢથી જ બચવાનું હતું...અને તે ચપળતાથી હાથીની સૂંઢને થાપ આપી પોતાના ભવનમાં દાખલ થતા હોય તેવો સ્વસ્થ નળ * હાથીના બંને પગ વચ્ચેથી તેના તલપ્રદેશવાળા ભાગમાં પહોંચી ગયો. નળે પિતાની વજી જેવી મુષ્ટિ વડે હાથીને તલપ્રદેશમાં પ્રહાર કરવા માંડયા... હાથી ભારે અકળાયો...તેના ઉપર માનવીને હાથ નહે. પડતો...પણ કોઈ વિશાળ ઘણ ત્રાટકતો હતો. હાથીએ કારમી ચીસો નાખવા માંડી. આ ચીસે પિતાને થતી પીડાની સૂચક હતી અને જાણે સમગ્ર આકાશ હાથીના ચિત્કારથી કંપાયમાન બની ગયુ ! પ્રહાર કરી રહેલા માનવીને પકડવા માટે તે કુંભારનો ચાકડે ફરે તેમ ઘુમવા માંડયો... પરંતુ નળ એના જ પેટને રક્ષણ નીચે હતા. હાથીની સૂંઢ ત્યાં પહોંચી શકતી નહતી. અને વારંવાર થતા પ્રહારથી હાથીને અપાર વેદનાને અનુભવ થઈ રહ્યો હતો. દૂરદૂર ઊભેલા લે કે તે અવાફ બનીને આ સંગ્રામ નિહાળી રહ્યા હતા. હાથીની પાછળ પડેલા સૈનિક પણ એક કુબડાનું આ સાહસ જોઈ રહ્યા. અને નળ સરકીને તેના પાછલા બંને પગ વચ્ચેથી બહાર નીકળી ગયો અને હાથીને વશ કરવાના ઈરાદે તેણે હાથીના બંને પાછલા પગ પર વજમુષ્ટિના પ્રહાર કરીને બંને પગ પિતાની ભુજાઓમાં પકડી લીધા. લોકે મોઢામાં આંગળાં ઘાલી ગયા. આવા મદમસ્ત હાથીના. પગ પકડવા એ કંઈ નાનીસૂની વાત ન ગણાય. લોકોના મનમાં થયું, આ કુબડ જરૂર પિતાની આત્મહત્યા કરવા જ ઈચ્છતો હશે અથવા 18