________________ ૨૭ર નિષધપતિ પદહસ્તીની સરભરા ખૂબ જ ઉચ્ચ પ્રકારની થતી..પહસ્તીને ઉપગ ભેટે ભાગે રણસંગ્રામમાં થતો. અથવા તે કેઈ ઉત્સવ નિમિત્તે થતી શોભાયાત્રામાં થતું. વિનિતા નગરીને મહારાજા ઋતુપણને પટ્ટહસ્તી સમગ્ર રાષ્ટ્રમાં પંકાતે હતો.આજ તે મદન કારણે તેરમાં આવી ગયો હતો. હાથી જ્યારે તારમાં આવે છે ત્યારે દાળવાટ કરી નાખે છે. તેમાં ય આ પદહસ્તી દીવાને બને ત્યારે તો ભારે હાહાકાર મચાવી મૂકે છે. મહાવતે કે સનિ પણ તેની સામે જઈ શકતા નથી. પદહસ્તીને આવતો જોઈ નળે બે પથ્થર ઉઠાવ્યા. તે કુબડે. બની ગયો હતો પણ તેનું ભુજબળ એવું ને એવું રહ્યું હતું. નળે એક પથ્થર સાઈ ઝાટકીને પટ્ટહસ્તીના ભાલ પ્રદેશ પર માર્યો. એક બળવાન પુરુષના હાથે થયેલે ઘા સામાન્ય તે હેાય જ નહિ. પહેલે જ પથ્થર લાગતાં હાથી ચમકયો. ત્યાં ઉપરાઉપર બીજા ત્રણ પથ્થર તેના ગંડસ્થલ પર અથડાયા. તેરમાં ચડેલા હાથનો ક્રોધ અગ્નિ સમાન બની ગયો. સુંઢમાં પડેલા કે માનવીને પડતો મૂકીને તે સળગતી નજરે નળ સામે જોઈ રહ્યો અને વળતી જ પળે નળને પિતાનાં ચરણ તળે ચેપી નાખવાના આશય સાથે નળ તરફ ધો. ઊભા રહે, ઊભે રહે! માંસ અને ચરબીના સંગ્રહસ્થાન સમા, દીર્ઘ ચૂંઢવાળા, લાંબા દાંતવાળા, પશુરાજ ! તું આજ પિશાચ કેમ બની ગયું છે ? શા માટે ઉત્થાન મચાવી રહ્યા છે? પણ યાદ રાખજે આજ હું તારા મદરૂપી જવરને જરુર ઉતારીશ.” નળે આ શબ્દો ગર્જનાપૂર્વક કહ્યા. ખૂણે ખાંચરે ઊભેલા લોકો આ શબ્દો સાંભળીને કુબડા નળના સાહસ પ્રત્યે નવાઈભરી નજરે જોઈ રહ્યા.. નળે આટલું કહીને બે ચાર પથ્થર બીજા ફટકાર્યાંધાર્મિથી જલી રહેલા હાથીના હૈયામાં જાણે ઈંધણ પડયાં. તેણે સુંઢ ઊંચકી. એક ચીંઘાડ નાખી. અને ધસમસતા વેગ સાથે કુબડા નળ તરફ ધસ્ય.