________________ નળીને સત્કાર ! 275 આમ વિવિધ વાતે થયા કરતી હતી. ધીરૂપ બની ગયેલે પદહસ્તી અત્યારે સાવ શાંત બનીને આજ્ઞા મુજબ ગજશાળા તરફ જઈ રહ્યો હતે. લેક હર્ષવનિ કરતા હતા. સર્પની ડંખરૂપ કૃપાથી નળની આકૃતિ ફરી ગઈ હતી..પણ -નળના બાહુબળમાં કોઈ પરિવર્તન નહોતું થયું. ચંદનના ટુકડાનું બારીક ચૂર્ણ કરવામાં આવે તે પણ તેની સુવાસ જતી નથી, એ જ રીતે કદરૂપ બનેલા નળનું બાહુબળ જરાય નષ્ટ નહોતું થયું. રાજના કેટલાક માણસોએ રાજભવનમાં પહોંચીને એક કુબડાએ મોતના મુખમાં પડવાનું સાહસ ખેલીને કેવળ મુષ્ટિ પ્રહાર વડે આપણું પદહસ્તીને કાબુમાં લઈ લીધો છે. એ સમાચાર આપ્યા. ચિંતામગ્ન બનેલે રાજા ભારે પ્રસન્ન થઈ ગયા અને પિતાના ખંડના ગેખમાં આવીને ઊભો રહ્યો...કારણ કે ગજશાળામાં જવાને ભાગે ત્યાંથી જ પસાર થતો હતો. થોડી જ વારમાં પદસ્તી પર બેઠેલા કુબડા પુરુષને ઋતુપણે જોયો. જેનું નાક વક્ર હતું. શરીર શ્યામ હતું. કાયા સુદઢ હોવા છતાં વક્રતાયુકત હતી. રાજાના મનમાં થયું, કુબડે ખૂબ જ બળવાન હો જોઈએ...નહિ તો મદમસ્ત ગજરાજને કોઈ પણ માનવી શસ્ત્ર વગર કાબૂમાં લઈ શકે નહિ. પિતાને રાજા ઝરૂખામાંય જોઈ રહ્યો છે એ દશ્ય મળે જોયું નહતું...કારણ કે તેનું સમગ્ર મન હાથીમાં જ રોકાયેલું હતું. તે તેની પાછળ લેકેનું એક મોટું ટોળું હતું...કુબડાને બિરદાવનારા કેટલાક ચારણ ભારો પણ હતા અને હર્ષનાદ વડે વાતાવરણ પણ મુખરિત બન્યું હતું. ગજરાજને લઈને નળ પસાર થઈ ગયું કે તરત રાજા ઋતુપણે પિતાના મહાપ્રતિહારને બેલાવીને કહ્યું, “તું સત્વર ગજશાળામાં જ