________________ નળનો સત્કાર ! 279 પદહસ્તીએ મદના તેરમાં કેવો ભયંકર ઉત્પાત મચાવ્યો હતો અને ચાર ભાવ અને સાત નાગરિકેને કેવી ભયંકર ઈજાઓ પહોંચી. હતી તે વાત કરી. ત્યાર પછી પદ્ધહસ્તીને પકડનારને એક એક ગામ આપવાની જાહેરાતની પણ વાત કરી અને છેલ્લે તેઓશ્રીએ પદહસ્તીને પકડનારા એક અજાણ્યા પરદેશી વીર પુરુષની પ્રશંસા કરી. આ પ્રમાણે આજની પ્રસંગને માહિતી આપીને તેઓશ્રીએ પ્રસન્ન સ્વરે કહ્યું : “જે વીરપુરુષે પિતાના બાહુબળ વડે ગજરાજને વશ કર્યો છે તે વીરપુરુષ મહારાજા સમક્ષ પધારે...મહારાજાશ્રી પિતાના સ્વહસ્તે તેને પુરસ્કૃત કરી અભિવાદન કરવા ઈચ્છે છે અને તે વીરપુરુષનો પરિચય પણ ચાહે છે.” મહાપ્રતિહાર કુબડા નળને આદરપૂર્વક મહારાજના સિંહાસનવાળા મંચ પર લઈ ગયો. નળ પિતાના મિત્ર ઋતુપર્ણને ઓળખી ગયો હતો... પરંતુ તે ઓળખાઈ શકે તેમ નહોતે. નળે બે હાથ જોડી નમન કર્યા. મહારાજાએ આસન પરથી ઊભા થઈ અતિ પ્રસન્ન રસ્વરે કહ્યું : “વારપુરુષ, તારા બાહુબળને ધન્ય છે. તું કેણુ છે, કયાંથી આવે છે, તારો પરિચય શું ? આટલું કહીને અમારા સહુની જીજ્ઞાસા. શાંત કરે “મહારાજ, નિષધદેશના સ્વામી અને સત્યવ્રતના ટેકધારી મહારાજા નળને તે આપ જાણો છોને?” “હા...એ તે મારા પ્રિય મિત્ર છે.” મહારાજા નળ થોડા દિવસ પહેલાં પિતાના લઘુબંધુ કુવરરાજ સાથે ઘુતડા રમતા હતા. મહારાજા નળ કોઈ પણ સંજોગોમાં આવા અનિષ્ટ ને સરકારે નહિ.. છતાં દુદેવના અંગે તેઓએ જુગાર રમવા માંડો અને રમતાં રમતાં સમગ્ર રાજ્ય, સંપત્તિ વગેરે સર્વસ્વ હારી ગયા.”